Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાંથી પીકઅપ વાનમાંથી ઝડપાયા બીયરના ૧૯૨૦ ટીનઃ એક શખ્સ પકડાયો

પાયલોટીંગ કરતો શખ્સ નાસી ગયોઃ સિક્કામાંથી પકડાયા દારૂના પાંચ ચપલાઃ

જામનગર તા. ૨૮: જામનગરના કાલાવડ નાકાથી ઠેબા બાયપાસ વચ્ચે ગઈરાત્રે પૂર્વ બાતમીના આધારે વોચમાં ગોઠવાયેલી પોલીસે બોલેરો પીકઅપ વાનમાંથી બીયરના ૧૯૨૦ ટીન કબજે કર્યા છે. ઝડપાયેલા રાજસ્થાનના શખ્સે આગળ મોટરસાયકલ પર પાયલોટીંગ કરી રહેલા પોતાના સાગરિતનું નામ આપ્યું છે. પોલીસે રૂા.૫ લાખ ૯૭ હજારનો મુદ્દામાલ કબજે કર્યાે છે. સિક્કામાંથી વહેલી સવારે દારૂના પાંચ ચપલા સાથે એક શખ્સ ઝડપાયો છે. તેણે પણ સાગરિતનું નામ આપ્યું છે.

જામનગરના કાલાવડ નાકા વિસ્તારથી ઠેબા ચોકડી વચ્ચે આવેલી એક સ્કૂલવાળા રોડ પર માલવાહક વાહનમાં દારૂની હેરા ફેરી થઈ રહી હોવાની બાતમી મળતા સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી પીએસઆઈ એમ.એન. રાઠોડ તથા સર્વેલન્સ સ્ટાફે ગઈરાત્રે તે રોડ પર વોચ ગોઠવી હતી.

તે દરમિયાન બારેક વાગ્યે જીજે-૩૬-ટી ૬૦૧૮ નંબરની બોલેરો પીકઅપ વાન પસાર થતાં તેને રોકાવી પોલીસે ચેક કરતા તેમાંથી બીયરના ૧૯૨૦ ટીન મળી આવ્યા હતા. અંદાજે રૂા.૧ લાખ ૯૨ હજારની કિંમતના ટીન, રૂા.૪ લાખની બોલેરો, રૂા.પ હજારનો મોબાઈલ કબજે કરી પોલીસે રાજસ્થાન રાજ્યના બાડમેર જિલ્લાના જૂના ખેડા ગામના મનોહરલાલ ભગવાનરામ બિશ્નોઈ નામના શખ્સની ધરપકડ કરી છે.

આ શખ્સની પૂછપરછમાં તેણે પોતાના વાહનની આગળ જીજે-૩-એનએમ ૮૧૭૯ નંબરના બાઈકમાં રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સાંચોર તાલુકાના સરણોવ ગામનો રાજુરામ બિશ્નોઈ પાયલોટીંગ કરી રહ્યો હોવાની કબૂલાત આપી છે. આ શખ્સ પોલીસને જોઈને નાસી ગયો હતો. પોલીસે મનોહરલાલની ધરપકડ કરી છે અને રાજુરામને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

જામનગર તાલુકાના સિક્કા ગામમાં ગોકુલપુરી ગૌશાળા પાસેથી આજે સવારે ચારેક વાગ્યે પસાર થતાં જયદીપ ઉર્ફે જગા જયંતિભાઈ ચૌહાણ નામના શખ્સને પકડી લઈ તેની તલાશી લેતાં તેના કબજામાંથી ઈંગ્લીશ દારૂના પાંચ ચપલા મળી આવ્યા હતા. પોલીસે ચપલા કબજે કરી જયદીપની ધરપકડ કરી છે. આ શખ્સે તે ચપલા પોતાના ભાઈ મુકેશ જયંતિભાઈ ચૌહાણ ઉર્ફે રઈશ પાસેથી લીધા હોવાની કબૂલાત આપી છે. પોલીસે જયદીપની ધરપકડ કરી છે અને અન્ય એકની શોધખોળ આદરી છે.

લાલપુર તાલુકાના રીંઝપર ગામમાં આવેલા જેસાભાઈ દાનાભાઈ મહિડા નામના શખ્સના મકાનમાં ગઈકાલે લાલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી આથો તથા તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે તેનો નાશ કર્યાે છે. દરોડા પહેલાં નાસી ગયેલા જેસાની શોધ હાથ ધરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh