Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા નગરપાલિકાની સામાન્ય સભા આગામી તા. ૧-૧૦-ર૪ના યોજાશે

ચાલીસ મુદ્દાઓ સાથેનો એજન્ડા તૈયાર

ખંભાળીયા તા. ર૮: તાજેતરમાં ખંભાળીયા પાલિકાના સદસ્યોમાં વિકાસના કાર્યો મુદ્દે સખળ ડખળ થતાં તથા બે વખત સદસ્યોની સંકલન બેઠક નિષ્ફળ જતાં રાજયમંત્રી તથા ખંભાળીયાના ધારાસભ્ય મૂળુભાઈ બેરા દ્વારા સંકલન બેઠક કરીને નિરાકરણ લાવતા આગામી તા. ૧-૧૦-ર૪ ના મંગળવારે પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણીની અધ્યક્ષતામાં સામાન્ય સભા સાડા સાત મહિને યોજાશે.

જંબો એજન્ડા

કુલ ૪૦ આઈટમો એજન્ડામાં લેવાઈ છે. જેમાં ગત સામાન્ય સભા, કારોબારીની બહાલી, ત્રમાસીક તથા વાર્ષિક ઉપજ ખર્ચના હિસાબો મંજુર કરવા, પાણી પુરવઠા તથા સફાઈ વિભાગને પૂરની સ્થિતિમાં થયેલ નુકસાનન ખર્ચ મંજુર કરવા, રખડતા ઢોર તથા મૃત પશુઓના નિકાલ માટે જગ્યા માંગવા, પાલિકાના ભંગારની હરરાજી કરવા, ડોર ટુ ડોર કલેકશન અંગે નવુ ટેન્ડર બહાર પાડવા, નિર્મળ  ગુજરાત ર.૦ ની કામગીરી કરવા, રાજ્ય સરકારે પાલિકાને આપેલ ગ્રાંટો બદલ મુખ્યમંત્રીનો આભાર માનવા, શહેરમા પાણીનું પરબ, મૂતરડી, પબ્લીક ટોયલેટો બનાવવા, ભારે વરસાદથી નુકસાન પામેલા રસ્તાઓનું સમારકામ કરવું, ઘી નદી પર રીવરફ્રન્ટનું કામ આગળ વધારવું, વેલકમ ગેઈટ પર ઈલેકટ્રોનીક બોર્ડ રાખવા, હીરેટેજના ફેસ-ર નું કામ સરકારમાં મંજુર કરાવવું, નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવું, સોલાર પ્રોજેકટ માટે સરકારમાં દરખાસ્ત કરવી, વિકાસકાર્યો અંગે પાલિકા સદસ્યોની રજુઆતો પરથી કામો કરવા વિગેરે ૩૯ મુદ્દા તથા એક પ્રમુખ સ્થાનેથી જે રજુ થાય તે એમ ૪૦ મુદ્દાનો જબરો એજન્ડા નક્કી કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh