Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિ, સાસુએ ત્રાસ આપ્યાની વ્યથાઃ
જામનગર તા. ૨૮: જામજોધપુરના ચુર ગામના એક યુવતીના લગ્ન દોઢ વર્ષ પહેલાં સુરેન્દ્રનગરના ઝાપોદર ગામમાં થયા પછી તેણીને પતિ તથા સાસુએ ઘરકામ બાબતે મેણા મારી કવરાવી દીધાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામજોધ૫ુર તાલુકાના ચુર ગામમાં વસવાટ કરતા રીટાબા ઓખુભા જાડેજાના લગ્ન વર્ષ ૨૦૨૩ના ફેબ્રુઆરી મહિનામાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ઝાપોદર ગામના છત્રપાલસિંહ ધર્મેન્દ્રસિંહ રાણા સાથે થયા હતા.
લગ્ન પછી રીટાબાને પતિ છત્રપાલસિંહ તથા સાસુ અનસુયાબા ધર્મેન્દ્રસિંહે ઘરકામ બાબતે અવારનવાર મેણાટોણા મારી ત્રાસ આપતા હાલમાં પિયર પરત ફરેલા રીટાબાએ ગઈકાલે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.