Advertisement
Author: નોબત સમાચાર

હાલારમાં ૧ થી ૪ ઈંચ વરસાદઃ પાણી ભરાયા

સંભવતઃ વરસાદનો છેલ્લો રાઉન્ડઃ

જામનગર તા. ર૮: થોડા દિવસના વિરામ પછી મેઘરાજાએ છેલ્લા બે-ત્રણ દિવસથી પુનઃ પધરામણી કરી છે. છેલ્લા ર૪ કલાકમાં સમગ્ર હાલાર પંથકમાં એકથી ચાર ઈંચ જેટલો સારો વરસાદ થતા પાણી વહેતા થયા હતાં. સૌથી વધુ ભાણવડમાં ૪ ઈંચ અને લાલપુરમાં ૩ ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ હાલારમાં મેઘમહેર થઈ રહી છે. છેલ્લા ર૪ કલાકમાં જામનગર જિલ્લામાં વરસાદના આંકડા જોઈએ તો જામનગરમાં ૪૧ મી.મી., જોડિયામાં રર મી.મી., ધ્રોળમાં ર૪ મી.મી., કાલાવડમાં ૩૩ મી.મી., લાલપુરમાં ૭૪ મી.મી. અને જામજોધપુરમાં ૩ર મી.મી. ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડમાં ૪ ઈંચ અને ખંભાળિયામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે ખંભાળિયા અને કાલાવડમાં ૩ મી.મી.નું ઝાપટું વરસ્યું હતું.

ઉપરાંત જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ગઈકાલે હળવાથી સારો વરસાદ વરસ્યો હતો. જેમાં વસઈમાં રર મી.મી., લાખાબાવળમાં ર૭ મી.મી., મોટી બાણુંગારમાં ૧ર મી.મી., જામવણંથલીમાં ર૦ મી.મી., મોટી ભલસાણમાં રપ મી.મી., દરેડમાં ર૭ મી.મી., ખરેડીમાં ર૦ મી.મી., નિકાવામાં ૧૦ મી.મી., લૈયારામાં ૧૦ મી.મી., મોટા વડાળામાં રર મી.મી., ભલસાણ બેરાજામાં રપ મી.મી., નવાગામમાં ૩૦ મી.મી., પડાણામાં ર૦ મી.મી., ભણગોરમાં ૩૭ મી.મી., મોટા ખડબામાં ર૯ મી.મી.પ મોડપરમાં રર મી.મી. અને હરિપરમાં ૩૮ મી.મી. વરસાદ થયો હતો.

મોટા પાંચદેવડમાં રર મી.મી., સમાણામાં ૪૬ મી.મી. શેઠવડાળામાં ૩૭ મી.મી., જામવાડીમાં ૪પ મી.મી., વાંસજાળિયામાં ૩૩ મી.મી., ધુનડામાં ૩૮ મી.મી., ધ્રાફામાં ૩પ મી.મી., પરડવામાં ૩૬ મી.મી., પીપરટોડામાં ૧૪ મી.મી., જામનગર શહેરમાં રાત્રે ૧૦ થી ર વાગ્યા સુધી સતત વરસાદ ચાલુ રહેતા પોણાબે ઈંચ વરસાદથી અનેક સ્થળોએ પાણી ભરાયા હતાં.

તેવી જ રીતે ખંભાળિયામાં દોઢેક ઈંચ વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતાં. કેટલાક ચેકડેમ, ડેમમાં વધુ પાણીની આવક થઈ છે, તો વરસાદના વધુ એક સારા રાઉન્ડથી ટપક પદ્ધતિથી ખેતીમાં પાકને પાણી આપતા ખેડૂતોને રાહત મળી છે.

ભાણવડના અમારા પ્રતિનિધિનો સંદેશો જણાવે છે કે, ભાણવડ પંથકમાં ચારેક ઈંચ જેટલા સારા વરસાદથી ખેડૂતોને ખરા ટાંકણે પાણી મળી ગયું છે. કઠોળ, મગફળીના પાકને ફાયદો થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh