Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલમાં તમાકુમુક્તિ કેન્દ્રનો પ્રારંભ

તમાકુ મુક્ત સમાજનું ઘડતર કરવાના શપથઃ

શ્રી એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ તથા ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ, જામનગરમાં આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુસાર તમાકુ મુક્તિ કેન્દ્રનું ઈ.ચા. ડીન તથા તબીબી અધિક્ષકના વરદ હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈન ર.૦ અંતર્ગત વર્ચુઅલ માધ્યમથી મંત્રાલય સાથે જોડાઈને યુનિયન મંત્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નવી દિલ્હીની અધ્યક્ષતામાં આ ઉદ્દઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમા ઉપસ્થિત સૌ કોઈએ તમાકુ મુકત સમાજનું ઘડતર કરવા અંગેના શપથ લીધા હતાં. આ કાર્યક્રમમાં સાઈક્રિયાટ્રી વિભાગ અને કોમ્યુનિટી મેડીસીન વિભાગના તજજ્ઞો તથા વિવિધ સ્ટાફગણ હાજર રહ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh