Advertisement
Author: નોબત સમાચાર

લાલપુર શહેરમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા સાત મહિલા પકડાયા

દરેડ જીઆઈડીસીમાંથી ત્રણ પત્તાપ્રેમીની ધરપકડઃ

જામનગર તા. ૨૮: લાલપુરના મચ્છુનગરમાં ગઈકાલે જુગાર રમતા સાત મહિલા ઝડપાયા હતા. જ્યારે દરેડ જીઆઈડીસીમાંથી ત્રણ પત્તાપ્રેમી પોલીસની ગિરફતમાં આવ્યા હતા. લાલપુરના રીંઝપર, ડબાસંગ તથા લાલપુર શહેરમાંથી ત્રણ વર્લીબાજ પોલીસના દરોડામાં સપડાઈ ગયા હતા.

લાલપુર શહેરના મચ્છુનગર પાસે એક શાળાની સામે ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી પરથી લાલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં જુગાર રમતા જયોત્સનાબેન હસમુખભાઈ ધ્રાંગુ, હંસાબેન રાહુલભાઈ નંદાણીયા, વાલીબેન ખીમાભાઈ બંધિયા, કુંવરબેન ગોવિંદભાઈ ધ્રાંગુ, પુરીબેન નાથાભાઈ કરંગીયા, હીરાબેન હીરાભાઈ ભરડવા, નાથીબેન ભોજાભાઈ મોરી નામના સાત મહિલા ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂા.૮૪૩૦ રોકડા કબજે કરી પોલીસે ગુન્હો નોંધ્યો છે.

જામનગર નજીકના દરેડમાં જીઆઈડીસી સ્થિત શિવ સર્કલ પાસેના ખુલ્લા પ્લોટમાં ગઈકાલે બપોરે ગંજીપાના કૂટી રહેલા બદાભાઈ સોમજીભાઈ અમલીયાર, કૈલાસ જહરૂભાઈ મેહડ, મુકેશ ગણપતભાઈ બધેલ નામના ત્રણ શખ્સ પોલીસના દરોડામાં ઝડપાયા હતા. પટમાંથી રા.૧૦,૨૮૦ કબજે કરી પોલીસે જુગારધારા હેઠળ ગુન્હો નોંધ્યો છે.

લાલપુર તાલુકાના ડબાસંગ ગામમાં રહેતા નેમચંદ જીવરાજભાઈ માલદે નામના વૃદ્ધ વર્લીના આંકડા લેતા ઝડપાયા છે. જ્યારે લાલપુર શહેરના ધરારનગરમાં ગઈકાલે સવારે વર્લીના આંકડા લખી જુગાર રમાડતા રવિ જયંતિભાઈ દાણીધારીયા નામના શખ્સને પોલીસે દબોચી લીધો હતો.

જામનગર નજીકના ધુંવાવના હાઉસીંગ બોર્ડમાં હુસેની ચોક પાસે ગઈકાલે રાત્રે વર્લીનું બેટીંગ લેતા ઈરફાન ઈકબાલ રફાઈ નામના શખ્સની પંચકોશી એ ડિવિઝનના નિર્મળસિંહ જાડેજા સહિતના સ્ટાફે પકડી લઈ રોકડ, વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી કબજે કરી ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh