Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોડીરાત્રે ઘરેથી નીકળી ગયાનું જાહેર થયું:
જામનગર તા. ર૮: જામનગરના બજરંગપુર ગામમાં રહેતા એક પ્રૌઢા બુધવારની રાત્રે પોતાના ઘરેથી નીકળી ગયા પછી કોઈ રીતે નજીકમાં આવેલા તળાવ પાસે પહોંચ્યા પછી તેમાં ડૂબી ગયા હતા. તેઓનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. પોલીસે પતિનું નિવેદન નોંધ્યું છે.
જામનગર તાલુકાના બજરંગપુર ગામમાં રહેતા જીતેન્દ્રભાઈ ડાયાભાઈ શ્રીમાળી નામના પ્રૌઢના પત્ની લીલાબેન (ઉ.વ.પ૦) નામના પ્રૌઢા બુધવારે રાત્રે પરિવાર નિદ્રાધીન થયો તે પછી પોતાના ઘરેથી સવારના પાંચ વાગ્યા સુધીમાં નીકળી ગયા હતા.
આ પ્રૌઢા બજરંગપુર ગામ પાસે આવેલા શીપરીયા તળાવ નજીક પહોંચ્યા પછી કોઈ રીતે તેમાં પડી ગયા હતા. તેની ગઈકાલે સવારે જાણ થતાં લીલાબેનને બહાર કાઢી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તે મહિલાનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે. પતિ જીતેન્દ્રભાઈએ પોલીસને જાણ કરી છે. પંચકોશી એ ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આ મહિલાના મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial