Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બ્લેક ટ્રેપ કવોરી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચિમકી
જામનગર તા. ર૮: બ્લેક ટ્રેપ કવોરી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ચિમકી આપવામાં આવી છે કે, જો પ્રશ્નનો ઉકેલ લાવવામાં નહીં આવે તો બીજી ઓકટોબરથી પ્લાન્ટ બંધ કરવામાં આવશે. જામનગરમાં બ્લેક ટ્રેપ કવોરી ઈન્ડસ્ટ્રીઝ એસો.ના સભ્યો દ્વારા સરકારને પત્ર પાઠવી ચિમકી આપવામાં આવી છે કે અગાઉ મે માસમાં પડતર પ્રશ્ને સરકાર સામે સમાધાન થયું હતું પરંતુ તમામ મુદ્દાનું આજ સુધી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. રાજ્યની મોટાભાગની લીઝના એટીઆર લોક કરવામાં આવ્યું છે. અન્ય નાના-મોટા કારણો દર્શાવી રોયલ્ટી પેપર આપવાનું પણ બંધ કરાયું છે.
જે-તે સમયની બેઠકમાં કવોરી ઉદ્યોગને લગત સાત મુદ્દા સાથે સરકાર સાથે ચર્ચા થઈ હતી. જેમાં લીઝો તથા સ્ટોકની માપણી-દંડ કરવામાં નહીં આવે, આરટીઓ વહન સાથેનું લીંક દૂર કરવું ઈસી અને માઈનીંગ પ્લાન્ટ રદ કરવા વગેરેનો સમાવેશ હતો.
આથી જામનગર જિલ્લાની ૧૦૦ થી વધારે બ્લેક ટ્રેપ કવોરી લીઝો તેને પડતર પ્રશ્નોનું સમાધાન થયું હોવા છતાં તેનં નિરાકરણ નહીં આવતા આખરે જામનગર જિલ્લા બ્લેક ટ્રેપ એસો. દ્વારા તા. ર ઓકટોબર-ર૦ર૪ના દ્વારકામાં મિટિંગ યોજીને પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડશે. પરિણામે કવોરી લીઝમાં કામ કરતા શ્રમીકો, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ તથા તેની સાથે સંકળાયેલ નાના ઉદ્યોગને માઠી અસર થશે. બેરોજગારીમાં વધારો થશે તથા બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રમાં નાના ઉદ્યોગો બંધ થઈ જશે. આથી સત્વરે પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial