Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂા.૧૦ લાખના ચેક પરતનો મામલોઃ
જામનગર તા. ૨૮: જામનગરના એક આસામીન રૂા.૧૦ લાખના ચેક પરતના કેસમાં અદાલતે ૧૮ મહિનાની કેદની સજા અને ચેક રકમ મુજબનો દંડ ફટકાર્યાે હતો. તે હુકમ સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરાઈ હતી. સેશન્સ કોર્ટે નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખ્યો છે.
જામનગરના ઢીંચડા રોડ પર આવેલા યોગેશ્વરધામમાં રહેતા ભાદરકા મશરીભાઈ વજસીભાઈએ રૂા.૧૦ લાખ કુલદીપસિંહ એમ. જાડેજા પાસેથી હાથઉછીના મેળવી ચેક આપ્યો હતો. તે ચેક પરત ફરતા મશરીભાઈ સામે કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી.
તે કેસ ચાલી જતાં અદાલતે મશરીભાઈને ૧૮ મહિનાની કેદ સજા અને રૂા.૧૦ લાખનો દંડ ફટકાર્યાે હતો. તે હુકમ સામે આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. તે અપીલ ચાલી જતાં અદાલતે નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખ્યો છે. ફરિયાદી તરફથી વકીલ અશોક ગાંધી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial