Advertisement
Author: નોબત સમાચાર

સમગ્ર રાજ્યમાં ૨૪ કલાકમાં ૨૩૩ તાલુકામાં મેઘવૃષ્ટિઃ સાગબારામાં ૭ ઈંચઃ જૂનાગઢ, ઉમરપાડામાં પાંચ ઈચ

ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટીઃ ભાદરવો ભરપૂર...

અમદાવાદ તા. ર૮: ગુજરાતના ર૩૩ તાલુકામાં છેલ્લા ર૪ કલાકમાં વરસાદ થયો છે, જે પૈકી કેટલાક વિસ્તારોમાં પ થી ૭ ઈંચ જેટલો વરસાદ પડ્યો હોવાના અહેવાલો છે.

'ભાદરવો ભરપૂર'એ ઉક્તિ સાર્થક કરી હોય તેમ ગુજરાતમાં સતત બીજા દિવસે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં ર૩૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ નર્મદાના સાગબારા તાલુકામાં ૭ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગરના લખતરમાં પ.૪પ ઈંચ, જૂનાગઢમાં ૪.૮૦ ઈંચ, સુરતના ઉમરપાડામાં ૪.૬૦ ઈંચ, રાજકોટના ધોરાજીમાં ૪.૪૮ ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે (ર૮ મી સપ્ટેમ્બર) નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકીના જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

નોરતા ટાણે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ૪૮ કલાક ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ૮ થી ૧૦ ઈંચ વરસાદ પડી શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ૩ થી પ ઓક્ટોબર વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. નોરતા આવી રહ્યા છે, ત્યારે આ પ્રકારની આગાહીઓ થતા ખેલૈયાઓ અવઢવમાં મૂકાયા છે.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh