Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવરાત્રિ-દિવાળીના તહેવારો તથા ચૂંટણીઓને નિશાન બનાવીને
મુંબઈ તા. ર૮: મહારાષ્ટ્રમાં ચુંટણીઓનો માહોલ તથા નવરાત્રિ-દિવાળી જેવા તહેવારોને અનુલક્ષીને મુંબઈમાં આતંકી હમુાલઓની આશંકા ગુપ્તચર તંત્રોએ વ્યક્ત કરતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને મોટાપાયે તપાસ સાથે સુરક્ષા વ્યવસ્થા ચકાસવા મોકડ્રીલ યોજાઈ રહી હોવાનું જાણવા મળે છે.
ગુપ્તચર એજન્સીઓએ તહેવારો નિમિત્તે હુમલાની શક્યતા વ્યક્ત કરી હોવાથી મુંબઈમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી રહી છે. મહત્ત્વના સ્થળો પર મોટા પાયે તપાસ કરવામાં આવી રહી છે.
ગુપ્તચર એજન્સીઓના ઈનપુટ પર મુંબઈમાં ભીડભાડવાળા સ્થળો અને ધાર્મિક સ્થળોએ મોક-ડ્રીલ કરવામાં આવી રહી છે અને તમામ પ્રાદેશિક અધિકારીઓને તેમના વિસ્તારોમાં વિશેષ કાળજી લેવા માટે કહેવામાં આવ્યું છે. એરપોર્ટ, રેલવે સ્ટેશન, મોલ અને અન્ય જાહેર સ્થળો પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. સુરક્ષા દળોએ આ સ્થળો પર તપાસ તેજ કરી દીધી છે.
સુરક્ષા વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે અદ્યતન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મુંબઈ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'અમને ભીડવાળા સ્થળો અને ધાર્મિક સ્થળોએ 'મોકડ્રીલ' કરવા સૂચના આપવામાં આવી છે. તમામ ડીસીપીને પોતપોતાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે.'
ક્રાઈમ બ્રાન્ચ,એટીસી અને સ્થાનિક પોલીસ મળીને આ પડકારનો સામનો કરી રહ્યા છે. તેઓએ સંવેદનશીલ વિસ્તારોમાં કડક સુરક્ષાના પગલાં લીધા છે અને શંકાસ્પદ ગિતિવિધિઓ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. આ સાથે શહેરની સુરક્ષામાં વિવિધ સુરક્ષા એજન્સીઓ પણ સક્રિય ભૂમિકા ભજવી રહી છે.
સુરક્ષા અધિકારીઓએ નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરી છે અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિની પોલીસને તાત્કાલિક જાણ કરો. તહેવારો દરમિયાન વધુ જાહેર મેળાવડા થાય છે, તેથી લોકોને વધારાની સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
મોટાભાગના મંદિરોમાં ગઈકાલે સવારથીજ પોલીસના અધિકરીઓ પહોંચી ગયા હતાં. જે જગ્યાએ સિક્યોરિટી નહોતી આપી ત્યાં મંદિરના સંચાલકોને ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું હતું. કાંદિવલીની એક હવેલીના ટ્રસ્ટીએ કહ્યું હતું કે, 'પોલીસે અમારે ત્યાં આવીને અમુક ઈન્સ્ટ્રક્શન આપી હતી. તેમણે અમને મંદિરનો પોકેટ-ગેટ જ ખુલ્લો રાખવાની સાથે આવતા-જતા લોકો પર ધ્યાન આપવાની તેમજ બહારની ગાડીને અંદર નહીં આવવા દેવાની સૂચના આપી હતી.' જે મંદિરોની બહાર પોલીસે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન કેમેરા પહેલેથી ગોઠવ્યા છે ત્યાંની ગતિવિધિઓ પર તેમણે પોલીસ સ્ટેશનમાંથી જ મોનિટરિંગ કર્યું હતું. બોરીવલીમાં તો એક દેરાસરમાં ગઈકાલે સવારે વ્યાખ્યાન ચાલી રહ્યું હતું ત્યારે પોલીસે એન્ટ્રી મારી હતી અને બંદોબસ્ત ગોઠવી દેતા થોડીવાર માટે ભાવિકો પણ આ શું થઈ રહ્યું છે એને લઈને મુંઝવણમાં મુકાઈ ગયા હતાં.
માટુંગા (સન્ટ્રલ) માં તો ગઈકાલે સવારથી જ મંદિરો બંધ કરાવી દેવામાં આવ્યા હતાં. એવું પણ કહેવાય છે કે સિક્યોરિટી એજન્સીને એક ઈ-મેઈલ મળી હતી જેમાં મુંબઈમાં ધાર્મિક સ્થાનો પર હુમલો કરવામાં આવશે એવું લખવામાં આવ્યું હતું. ઘાટકોપરમાં તો નાના મંદિરોની બહાર પણ પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
જો કે ગઈકાલે સાંજ પછી શહેરના જાણીતા સિદ્વિ વિનાયક મંદિર, સ્વામિનારાયણ મંદિર, મુંબાદેવી મંદિરને બાદ કરતા મોટા ભાગના મંદિરો અને દેરાસરોમાંથી સિક્યોરિટી પાછી ખેંચી લેવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ધમકીભરી ઈ-મેઈલ મોકલનારને નવી મુંબઈથી પકડી લેવામાં આવ્યો હોવાથી સિક્યોરિટી પાછી ખેંચી લેવામાં આવી છે, જો કે અમે તમામ ધર્મસ્થાનોને અલર્ટ પર રહેવા કહ્યું છે અને તેમને ત્યાં આવતી વ્યક્તિ અને ગાડીઓ પર નજર રાખવાનો પણ આદેશ આપ્યો છે. તહેવારોનો સમય હોવાથી અત્યારે અમે કોઈ ચાન્સ લેવા નથી માંગતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial