Advertisement
Author: નોબત સમાચાર

રાહુલ ગાંધીના વિરોધમાં દ્વારકામાં રેલી, ધરણાં: રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાએ વ્યકત કર્યો આક્રોશ

અમેરિકાની ધરતી પરથી અનામત વિરોધી નિવેદન કરનાર

ખંભાળીયા તા. ર૮: દ્વારકાના ભાજપ દ્વારા અનામત વિરોધી કોંગ્રેસ સામે જાહેર ધરણાં યોજાયા હતાં. જેમાં મંત્રી મૂળુભાઈ બેરા, પૂર્વ એમએલએ લાલજીભાઈ સોલંકી વગેરે જોડાયા હતાં.

તાજેતરમા અમેરિકામાં પ્રવાસે ગયેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અનામત વિરોધી આપ્વેલા નિવેદનને વખોડી કાઢીને અનામત વિરોધી કોંગ્રેસ સામે વિરોધ કરવા માટે દ્વારકામાં ભદ્રકાળી ચોક પાસે ભાજપ દ્વારા ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. દ્વારકામાં રબારી ગેઈટથી આગેવાનો, કાર્યકરો અનુ. જાતિ ભાજપ મોરચાના અગ્રણીઓ દ્વારકા શહેર તાલુકા તથા જિલ્લાના આગેવાનોએ સ્લોગત અને બેનર સાથે રાહુલ ગાંધી તથા કોંગ્રેસની અનામત વિરોધી નીતિનો જાહેરમાં વિરોધ કરીને સુત્રોચાર સાથે રેલી કાઢી અને જે ભદ્રકાળી ચોકમાં પહોચી હતી. જેમાં ધરણાં કર્યા હતાં.

રાજ્યમંત્રી મૂળુભાઈ બેરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, બક્ષીપંચ મોરચા જિલ્લા પ્રમુખ ડીએલ. પરમાર, જિલ્લા અ.જા. મોરચાના પ્રમુખ એડવોકેટ મહેન્દ્રભાઈ મકવાણાએ લોકોને સંબોધન કર્યું હતું. તથા રોષ પ્રગટ કર્યો હતો.

આ કાર્યક્રમમાં દિનેશભાઈ મકવાણા, રમેશભાઈ હેરમા, વરજાંગભા, વિજયભાઈ બુઝડ, અવનીબેન માંગલીયા, નગાભાઈ ગાધેર, કરસનભાઈ જોડ, દિલીપભાઈ ચૌહાણ દેવશીભાઈ આંબલીયા વિગેરે જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh