Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં નવરાત્રિમાં મોડી રાત સુધી ખેલૈયાઓ રમી શકશે ગરબાઃ હર્ષ સંઘવી

ચોક્કસ નિયમોના પાલન સાથે

ગાંધીનગર તા. ૨૮: ગુજરાતમાં ચોક્કસ નિયમોના પાલન કરીને હવે ઈચ્છા થાય ત્યાં સુધી ઘોંઘાટ કર્યા વિના ગરબે રમી શકાશે, તેવી જાહેરાત થઈ છે.

ગુજરાતમાં હવે ૧૨ વાગ્યા સુધી નહીં પણ મોડી રાત સુધી ગરબા રમી શકાશે, નવરાત્રિમાં ગરબા રમવાને લઈ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે, નાના વેપારીઓ મોડી રાત સુધી વેપાર કરી શકશે અને પોલીસ તેમની ફરજનું જોડે-જોડે પાલન પણ કરશે. સાથે-સાથે પોલીસને સૂચનાઓ પણ આપવામાં આવી છે. નાગરિકો પણ જવાબદારી નિભાવે અને કોઈને તકલીફ ના પડે તેવું કામ કરે, લોકો હેરાન ન થાય તેની જવાબદારી નાગરિકોની રહેશે.

ગુજરાતમાં મોડી રાત સુધી ગરબા રમવા માટે હર્ષ સંઘવીએ લીલીઝંડી આપી છે, હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતીઓ ગરબા નહીં રમે તો કોણ રમશે, ત્યારે આ જાહેરાત થતાની સાથે જ ખેલૈયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પોલીસને નાગરિકો સહકાર આપે તેવી અપીલ હર્ષ સંઘવીએ કરી છે અને મોડી રાત સુધી વેપારીઓ વેપાર કરી શકશે અને ખેલૈયાઓને મોડી રાત સુધી નાસ્તો પણ બજારમાંથી મળી રહેશે.

નવરાત્રિના સમય દરમિયાન તમે જ્યાં ગરબા રમવા જવાના હોય તેનું એડ્રેસ અને જેમની સાથે જવાના હોય એ સાથીદારો/મિત્રોના મોબાઈલ નંબર તમારા પરિવારજનોને આપીને ગરબા રમવા જજો. ગરબા રમવા જાઓ ત્યારે આપના મોબાઈલ ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફિચર હંમેશા ઓન રાખજો. તેમજ અજાણી અથવા ઓછા પરિચવયવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીણા, કોલ્ડ્રીંક્સ કે ખાદ્ય પદાર્થ ખાશો નહીં. અપરિચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો, ફોટોગ્રાફસ કે વીડિયો શેર કરશો નહીં તેમજ અજાણી વ્યક્તિ સાથે એકાંતવાદળી જગ્યાએ જશો નહીં.

સોશિયલ નેટવર્કિંગ સાઈટ દ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરતી વખતે યોગ્ય સતર્કતા દાખવવી જરૂરી છે. ગરબા રમવા જાવ ત્યારે પરિચિત લોકો સાથે જ રહેજો, અજાણી વ્યક્તિની લિફટ લેવી કે એમને લિફટ આપવી નહીં સાથે-સાથે ગરબા કાર્યક્રમ સ્થળે તમારો જવા-આવવાનો રસ્તો હંમેશાં ભીડભાડવાળી જ પસંદ કરજો જેથી તમને રોડ પર એકલું લાગે નહીં અને તમારી એકલાતાનો કોઈ લાભ ઉઠાવે નહીં. રાત્રિના સમયે જો કોઈ વાહન ન મળતું હોય તો ૧૦૦ અથવા ૧૮૧ નંબર ડાયલ કરી પોલીસને જાણ કરશો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh