Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓખામાં પડી ગયા પછી યુવક પર કાળનો પંજોઃ
જામનગર તા. ૨૮: ઓખા બંદર પર રહેતા તાપી જિલ્લાના એક યુવાન પડી ગયા પછી સારવારમાં ખસેડાયા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે તેમના ભાઈનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરી છે. ખંભાળિયામાંથી ગુરૂવારે રાત્રે બેભાન જેવી હાલતમાં મળી આવેલા અજાણ્યા સાધુનું મૃત્યુ નિપજ્યું છે. તેમના વાલી વારસની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા બંદર પર માછીમારી માટે આવીને રહેતા તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કલકવા ગામના વતની વિપુલભાઈ સોમાભાઈ પટેલ (ઉ.વ.૩૮) નામના યુવાન ત્રણેક દિવસથી બીમાર હતા. તે દરમિયાન ગઈ તા.૧ની સાંજે રસ્તા પર પડી ગયા હતા.
આ યુવાનને મીઠાપુર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા પછી સુરત નજીક વ્યારામાં આવેલી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું હતું તેના કાગળો ઓખા પોલીસને સોંપવામાં આવ્યા પછી પોલીસે મૃતકના મોટાભાઈ દિનેશભાઈ પટેલનું નિવેદન નોંધ્યું છે.
ખંભાળિયા શહેરમાં આવેલા રેઈનબસેરા પાસે ગુરૂવારે સાંજે સાધુ જેવા લાગતા એક વૃદ્ધ બેભાન હાલતમાં જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. દોડી ગયેલી પોલીસે તે વૃદ્ધને ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા.
આ મૃતક નરસગ સાધુ તરીકે ઓળખાતા હતા. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી મૃતકના વાલીવારસની શોધખોળ શરૂ કરવા ઉપરાંત ફિરોઝભાઈ ઉમરભાઈ શેખનું નિવેદન નોંધ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial