Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા તંત્ર પાસે એનિમલ હોસ્ટેલ માટે વધુ એક વખત જગ્યાની માંગણી
ખંભાળીયા તા. ર૮: ખંભાળીયા શહેરમાં રખડતા ઢોર અને ખાસ કરીને રખડતા આખલાના ત્રાસથી બે વ્યક્તિઓના મોત તથા ઢગલાબંધને ઈજાઓ પણ થયેલી હોય પ્રથમ વખત ખંભાળીયા પ્રાંત અધિકારી કે.કે. કરમટાના પ્રયાસોથી પાલિકા દ્વારા ૧૦૦ ખુંટીયા આખલા રખડતા ઢોર તથા ગાયોને પકડીને ગૌશાળા પાંજરાપોળમાં મુકવામાં આવેલા હતાં. નજીક અને આસપાસના વિસ્તારોમાંથી રખડતા તથા ત્રાસરૂપ ગાયો અને ખુંટીયાને કોઈ રાત્રે વાહનોમાં મૂકી જતું હોય તેમ દોઢસો ખુંટીયાઓને પકડવા છતાં પણ હજુ ખુંટીયાનો ત્રાસ ચાલુ છે હવે પાંજરાપોળો પણ આ ઢોર સ્વીકારવા ના પાડે છે. પ્રાંત અધિકારી તથા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ દ્વારા પાલિકા દ્વારા એનિમલ હોસ્ટેલ શરૂ થાય તે માટે જિલ્લા તંત્ર પાસે નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં જમીન માંગી છે.
જ્યાં સુધી જમીન ના મળે ત્યાં સુધી એેનજીઓ પાંજરાપોળની મદદથી તેમની જગ્યામાં સરકારી ગ્રાંટ તથા દાતાઓના સહયોગથી ઘાસચારો સહિતની વ્યવસ્થા માટે સ્ટાફ રાખવા માટે આયોજન હાથ ધર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial