Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૂંટણી બોન્ડ દ્વારા ગેર વસૂલીની રાવઃ
બેંગલુરૂ તા. ર૮: બેંગલુરૂ કોર્ટે નિર્મલા સીતારમણ વિરૂદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. જનાધિકાર સંઘર્ષ સંગઠનના આદર્શ અય્યરે નિર્મલા સીતારમણ અને અન્ય વિરૂદ્ધ વ્યક્તિગત ફરિયાદ નોંધાવી હતી. આ પીસીઆરમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ચૂંટણી બોન્ડ દ્વારા ગેરવસૂલી કરવામાં આવી હતી. આ પ્રકારનો આદેશ થતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચ્યો છે.
બેંગલુરૂની એક કોર્ટે કેન્દ્રિય મંત્રી નિર્મલા સીતારમણ વિરૂદ્ધ ખંડણીના આરોપમાં એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. બેગલુરૂમાં જનપ્રતિનિધિઓની વિશેષ અદાલતે આ ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો છે.
આ આદેશ ચૂંટણી બોન્ડ દ્વારા છેતરપિંડીના આરોપોના સંબંધમાં આવ્યો છે. જનાધિકાર સંઘર્ષ સંગઠનના આદર્શ અય્યરે નિર્મલા સીતારમણ અને અન્યો વિરૂદ્ધ વ્યક્તિગત ફરિયાદ નોંધાવી હતી. પીસીઆરમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ચૂંટણી બોન્ડ દ્વારા ગેરવસૂલી કરવામાં આવી હતી.
આ પછી બેંગલુરૂમાં જનપ્રતિનિધિઓની વિશેષ અદાલતે નિર્મલા સીતારમણ વિરૂદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો. આ આદેશ ૪ર મી એસીએમએમ કોર્ટે જારી કર્યો છે. તિલકનગર પોલીસ હવે નિર્મલા સીતારમણ અને અન્યો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરશે.
નોંધનીય છે કે કેન્દ્રએ ર૦૧૮ માં ચૂંટણી બોન્ડ યોજના શરૂ કરી હતી અને તેનો ઉદ્દેશ્ય રાજકીય પક્ષોને આપવામાં આવતા રોકડ દાનને બદલવાનો હતો. જેથી રાજકીય ભંડોળમાં પારદર્શિતામાં સુધારો થાય. ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને ફંડ આપવામાં આવતું હતું, પરંતુ ખુલાસો કરવામાં આવ્યો ન હતો, જો કે બાદમાં વિપક્ષના આક્ષેપો અને અરજીઓને ધ્યાનમાં રાખીને સુપ્રિમ કોર્ટે તેને રદ્ કરી દીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial