Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નબળી કામગીરી, ખોટા બીલો વગેરે અંગે એજન્સી સામે પગલાં કયારે લેવાશે ?
ખંભાળીયા તા. ર૮: ખંભાળીયા પાલિકાની મુલાકાતે આવેલા ખંભાળીયાના ધારાસભ્ય તથા રાજ્યના વન અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા સમક્ષ ગામના અગ્રણીઓ દ્વારા તથા પાલિકાના સદસ્યો પૂર્વ હોદ્દેદારો દ્વારા હાલ જે ડોરટુડોર કોન્ટ્રાકટર કચરો ઉપાડે છે તેમની ગંભીર બેદરકારી દિવસો સુધી કચરો લેવા ના જવું. કચરાના પોઈન્ટ હોય ત્યાંથી કચરો ના ઉપાડવો તથા અગાઉ કચરાના નામે ચણતરનો માલ વજન વાળો ભરીને વજન વધારી ખોટા પૈસા વધારો કરવા માટે પણ પકડાયા હોય ગંભીર રજુઆતોના પગલે હાલની ડોર ટુ ડોર કોન્ટ્રાકટની એજન્સી રદ કરીને નવી જાહેરાત અને ટેન્ડર આપીને નવા સારા અને નિયમિત કામ કરેતેવા કોન્ટ્રાકટરને કામ આપવા માટે નક્કી થયું છે તથા આગામી સમયમાં ટેન્ડર બહારપાડવામાં આવશે.
કાચા ઠરાવમાં આ એજન્સીને ત્રીજા વર્ષમાં કામ ભાવ વધારા સાથે આપવા તથા ઘન કચરાના વધારાના નીકાલની કામગીરી આપવા મુદત વધારવાના મુદ્દા લેવાયા હતા કયાં પદાધિકારીને લાભ કરવા માટે આમ થયું હોય તે રામ જાણે પણ ઉગ્ર વિરોધ થતાં અને મામલો છેક રાજ્ય મંત્રી સુધી પહોંચતા ડોર ટુ ડોર કચરા કલેકશનનું કામ કરતી જાહનવી એજન્સીના તમામ લાભપ્રદ ઠરાવ જ એજન્ડામાંથી ગૂમ થઈ ગયા !!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial