Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તિરૂપતિ બાલાજી મંદિરના પ્રસાદ વિવાદ પછી
દ્વારકા તા. ર૭: દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ દ્વારા મંદિરમાં બનતા પ્રસાદની ગુણવત્તા અંગે ચકાસણી કરાવાઈ રહી છે.
તાજેતરમાં પ્રસિદ્ધ યાત્રાધામ તિરૂપતિ બાલાજી મંદિરની પ્રસાદની ગુણવત્તા વિવાદ બાદ દ્વારકાધીશ જગતમંદિરમાં પણ ભાવિકોમાં વિતરણ કરાતા પ્રસાદની ગુણવત્તા અંગે મંદિર દેવસ્થાન સમિતિના વહીવટદાર તથા આઈએએસ અમોલ આવટે (મદદનીશ કલેકટર અને પ્રાંત અધિકારી) દ્વારા જામનગર ફુડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશન ટીમ દ્વારા જગતમંદિરમાં બનતા પ્રસાદની ચકાસણી માટે પ્રસાદીમાં વપરાતો લોટ, ઘી, મેંદો સહિતની વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતાં જે અંગે આગામી ૧પ દિવસમાં રિપોર્ટ આવશે. આ અંગે દ્વારકાધીશ મંદિરના પૂજારીએ પણ જગતમંદિર તૈયાર કરાતી પ્રસાદી શુદ્ધતાપૂર્ણ હોવાનું જણાવ્યું છે.
આ અંગે મંદિર વહીવટદારે જણાવેલ કે તેમના અત્યાર સુધીમાં થયેલ અનુભવમાં જગતમંદિરમાં વપરાતી ચીજવસ્તુઓ ગુણવત્તાસભર જણાઈ છે આમ છતાં ૧પ દિવસ બાદ આવતા રિપોર્ટમાં પ્રસાદની ગુણવત્તામાં કોઈ કમી રહી જશે તો તેને દૂર કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial