Advertisement
Author: નોબત સમાચાર

સોમનાથમાં મેગા ડિમોલિશન ઓપરેશનઃ ૭૦ ની અટકાયત

૩૬ જેસીબી, પ૦ ટ્રેક્ટર, પ હિટાચી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ-૧ર૦૦ જવાનોના બંદોબસ્ત સાથે

વેરાવળ તા. ર૮: સોમનાથમાં મુખ્ય મંદિરની આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા શુક્રવાર (ર૭ મી સપ્ટેમ્બર) ની રાતથી ૩૬ જેટલા બુલડોઝરોએ આ ગેરકાયદે બનેલા કેટલાક ધાર્મિક સ્થળોના બાંધકામો તોડી પાડ્યા છે. કાટમાળ હટાવવા માટે ડમ્પર અને ટ્રેક્ટર-ટ્રોલીઓ ઉપયોગમાં લેવાઈ છે. આ જગ્યાનો ઉપયોગ સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં મંદિર કોરિડોર માટે કરવામાં આવશે, તેમ જાણવા મળે છે.

સોમનાથ મંદિર નજીક તંત્રનું સૌથી મોટું મેગા ડિમોલિશન શરૂ થયું છે, જેમાં દરગાહ અને કબ્રસ્તાન વગેરે ત્રણ જેટલા ધાર્મિક સ્થળો સહિતના દબાણો દૂર કરાયા છે. વહેલી સવારે પ વાગ્યાથી ડિમોલિશન હાથ ધરાયું છે, તેમાં પ હિટાચી મશીન, ૩૦ જેસીબી, પ૦ ટ્રેક્ટર સાથે મેગા ડિમોલિશન કરાયું છે.

જિલ્લા કલેક્ટર, આઈજીપી, ૩ એસપી, ૬ ડીવાયએસપી સહિતનો કાફલો હાજર છે. તેમજ પ૦ પીઆઈ-પીએસઆઈ, ૧ર૦૦ જેટલા પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત છે. મોટી સંખ્યામાં ટોળા ઉમટતા ૭૦ લોકોની અટકાયત કરવામાં આવી છે. સોમનાથ સર્કલ અને ભીડિયા સર્કલ પર અવરજવર બંધ કરવામાં આવી છે.

આ અંગે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, સોમનાથ ટ્રસ્ટની જગ્યા ઉપર થયેલા દબાણોમાં મોટાભાગના ધાર્મિક સ્થાનો છે. જે ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. લગભગ એકાદ મહિનાના સર્વે પછી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ બુલડોઝર એક્શન સામે સ્થાનિકોના ટોળા એકઠા થયા હતાં, અને હોબાળો શરૂ કર્યો હતો. જેના લીધે પોલીસે ટોળાને વિખેરીને ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરી હતી. દરમિયાન અનેક લોકો સામે અટકાયતી પગલાં પણ લીધા હતાં. આજે વહેલી સવારથી દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં ત્રણ જેટલા ધાર્મિક સ્થળો સહિતના દબાણો દૂર કરાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh