Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ નોંધ લેતા
ખંભાળીયા તા. ર૮: કલ્યાણપુર તાલુકાના પિંડારાના વિકાસ માટે લોકોની રજૂઆતની નોંધ લઈ પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાના માધ્યમથી બે તબક્કામાં રૂપિયા પાંચ કરોડ ફાળવાશે, તેમ જાણવા મળે છે.
દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાનું પિંડારા ગામ જે પાંડવો દ્વારા તેમના પૂર્વજોના પીંડ તારવાના પ્રસંગ સાથે સંકળાયેલું આદિ ઋષિ દુર્વાસાનો આશ્રમ, પ્રસિદ્ધ મલ્લકુસ્તીનું સ્થળ, દરિયા તટનું સ્થળ, મહાપ્રભુજીની બેઠકનું સ્થળ તથા દુર્વાસા તપ કરતા તે હજારો વર્ષ પુરાણા રાણના વૃક્ષનું સ્થળ હોય, તાજેતરમાં આ સ્થળની મુલાકાત લીધી હતી. લોકોની રજૂઆતો અંગે ખંભાળીયાના અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્ય દ્વારા વિગતો જાણીને એક પ્રવાસન સ્થળ તરીકે આ સ્થળને વિકસાવાય તો રોજ હજારો યાત્રિકો દ્વારકા તથા બેટ-દ્વારકા જાય છે. તેઓ પ્રાચીન ઐતિહાસિક પિંડારાની પણ મુલાકાત લે છે. આ બાબતે કલ્યાણપુર ભાજપ પ્રમુખ દેવાયતભાઈ ગોજીયા દ્વારા પણ રાજયમંત્રી મૂળુભાઈનું ધ્યાન દોરતા મૂળુભાઈ દ્વારા આ સ્થળને રાજય સરકાર દ્વારા ઐતિહાસિક મહત્ત્વ જાણીને પાંચ કરોડના ખર્ચે વિકાસનું આયોજન કર્યાનું જાહેર કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, "નોબત" દ્વારા પણ આ મુદ્દે લોકોની રજૂઆતોને વાચા આપી હતી.
પ્રથમ તબક્કામાં બે કરોડ અને પછી ત્રણ કરોડ એમ બે તબક્કામાં આ સ્થળનો વિકાસ થશે. પ્રાચીન ઐતિહાસિક વસ્તુઓનું મહત્ત્વ સમજાય તેવી જાળવણી યાત્રિકો માટેની સુવિધા, બાગબગીચા, કુંડ પીંડ તારકનું વિશેષ ધ્યાન રાખી કામગીરી કરવા આયોજન થતા દ્વારકા જિલ્લામાં પ્રવાસ પર્યટનનું વધુ એક ઐતિહાસિક સ્થળ થશે.
પીંડારાના ઈતિહાસ તત્ત્વોને દરિયાઈ જીવસૃષ્ટિ દુર્વાસા આશ્રમનો પ્રચાર-પ્રસાર ગામના અગ્રણી ટપુભા માણેક તથા લાલુભા માણેક દ્વારા પણ થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial