Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનામત વિરોધી નિવેદન આ૫વા બદલ
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અનામતના વિરોધમાં સ્ટેટમેન્ટ આપ્યું હતું જેના વિરોધમાં જામનગરમાં ભાજપ દ્વારા ગત્ સાંજે અનામત વિરોધી કોંગ્રેસ એ વિષયે વિરોધ અને ધરણાં-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં પહોંચીને ત્યાં અનામત વિશે ઉચ્ચારણો કર્યા હતાં. આમ તેણે બંધારણનું પણ અપમાન કર્યું છે તેમ જણાવી ભાજપ દ્વારા ગઈકાલે લાલ બંગલા સર્કલમાં છાવણી નાખી ધરણાં કરવામાં આવ્યા હતાં. જેમાં મેયર વિનોદ ખીમસુર્યા, સાંસદ પૂનમબેન માડમ, રાજ્ય સરકારના મંત્રી રાઘવજીભાઈ પટેલ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્યો રિવાબા જાડેજા અને મેઘજીભાઈ ચાવડા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, મહા નગરપાલિકાના શાસક પક્ષના નેતા આશિષ જોષી અને દંડક કેતન નાખવા, માર્કેટ યાર્ડના ચેરમેન મુકુન્દ સભાયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, જિલ્લા શહેર ભાજપના મહામંત્રીઓ, હોદ્દેદારો, કોર્પોરેટરો વગેરે જોડાયા હતાં. ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે એસ.સી. એસ.ટી. ઓબીસીના અનામત રદ કરવાના રાહુલ ગાંધીના નાપાક ઈરાદા પાયમાલ થવા દેવામાં આવશે નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial