Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના માણેકબાઈ સુખધામમાં બાળ સ્મશાન પુનઃ શરૂ કરવા રજૂઆત

મ્યુનિ. કમિશ્નરને પત્રઃ સાંસદ, ધારાસભ્ય, મેયરને પણ કરી જાણ

જામનગર તા. ર૮: જામનગરમાં અંતિમક્રિયા માટે માણેકબાઈ સુખધામ બાળ સ્મશાન કાર્યરત છે. જે હાલ બંધ છે. તેને કારણ વગર બંધ કરવામાં આવ્યું છે, તેને પુનઃ શરૂ કરવા રજૂઆત કરવામાં આવી છે.

કોઈપણ વ્યક્તિના ઘરે નાના બાળકનું મૃત્યુની ઘટના બને તો તેના મૃત શરીરની અંતિમ વિધિ ક્યાં કરવી તે મોટો પ્રશ્ન છે. આથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આથી માણેકબાઈ સુખધામ બાળ સ્મશાન ચાલુ કરવા અંગે મનસુખભાઈ ગોંડલીયાએ મ્યુનિ. કમિશ્નરને પત્ર પાઠવી રજૂઆત કરી છે. આ બાબતે તેમણે સાંસદ, ધારાસભ્ય, મેયર, ડે.મેયર, સ્ટે. ચેરમેન, વિપક્ષના નેતા અને ઉદ્યોગપતિ જીતુભાઈ લાલને પણ આ અરજીની નકલ રવાના કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh