Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મસાલાના જાણીતા વેપારી સાથે રૂ. ૧૧ કરોડ ઉપરાંતની છેતરપિંડી

રાજકોટના પિતા, પુત્ર, સાળા સામે કરાઈ ફરિયાદઃ

જામનગર તા. ૧૭: જામનગરમાં ડબલ હાથી મસાલા નામની જાણીતી બ્રાંડના ઉત્પાદન સાથે સંકળાયેલા વેપારીને રાજકોટના પિતા-પુત્ર અને પુત્રના સાળાએ એક વર્ષ પહેલા રૂ. ૧૧,૧૮,૨૮,૪૬૩ની રકમ બાકી રાખ્યા પછી નહીં ચૂકવી છેતરપિંડી કરી લીધાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. આ વ્યક્તિઓએ તે રકમ આરટીજીએસથી મોકલાવી હોવાના ખોટા પુરાવા પણ રજૂ કર્યા હતા.

જામનગરમાં પારસ સોસાયટીમાં રહેતા અને ડબલ હાથી મસાલા નામની જાણીતી બ્રાંડના ઉત્પાદન સાથે સંકળાયેલા કોટેચા પરિવારના હીરેનભાઈ વિજયભાઈ કોટેચાએ રાજકોટના ઈન્દીરા સર્કલમાં મોહન કૃપા નામના મકાનમાં રહેતા હેમતભાઈ મોહનભાઈ દાવડા તથા તેમના પુત્ર રવિ હેમતભાઈ દાવડા તેમજ રવિના સાળા અને રાજકોટમાં ઈન્દિરા સર્કલ પાસે લવકુશ એપાર્ટમેન્ટમાં રહેતા પલક કિરીટભાઈ રૂપારેલ સામે જામનગરના પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ હીરેનભાઈ સાથે ગયા અઠવાડિયે રાજકોટના માર્કેટ યાર્ડના વેપારી હેમતભાઈ તથા તેમના પુત્ર રવિએ જીરૂ તથા ધાણા સહિતની જણસના વેચાણ તથા ખરીદીના સોદા કર્યા હતા. તે પેટે હીરેનભાઈએ આ વ્યક્તિઓ પાસેથી રૂ. ૧૧,૧૮,૨૮,૪૬૩ની રકમ લેવાની બાકી હતી. તે રકમ માટે વાત કરાતા છેલ્લા એક વર્ષથી હેમતભાઈ તથા રવિ ગલ્લાતલ્લા કરતા હતા.

તે દરમિયાન રવિએ પોતાના સાળા પલક રૂપારેલે રૂ. ૫,૨૮,૨૬,૦૭૧ આરટીજીએસથી મોકલાવ્યા છે તેમ જણાવ્યું હતું અને પલકે તે રકમ આરટીજીએસ કરી છે તેવી ત્રણ પહોંચ અને બેંકનું ખોટુ સ્ટેટમેન્ટ વોટ્સએપમાં મોકલાવી આપ્યું હતું.

આવી રીતે રકમ ન મળી હોવાનું કહેવા છતાં હીરેનભાઈને ત્રણેય વ્યક્તિ પૈસા ચૂકવતી ન હોવાથી હીરેનભાઈએ પોતાની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત કરવાના ઈરાદે ખોટા ડોકયુમેન્ટ અને નાણા મોકલ્યાની ખોટી પહોંચ બનાવી છેતરપિંડી કરવા અંગે પોલીસમાં ધા નાખી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh