Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રવિવારે નગરના વૃદ્ધની સેરવાઈ ગઈ હતી સોનાની કંઠીઃ
જામનગર તા. ૧૭: જામનગરમાં સમર્પણ સર્કલથી ગોકુલનગર વચ્ચેના રોડ પર રિક્ષામાં એક વૃદ્ધના ગળામાંથી ગયા રવિવારે રૂ. ૧,૬૦,૦૦૦ની સોનાની કંઠી સેરવાઈ ગઈ હતી. પોલીસે શરૂ કરેલી તપાસમાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી સોનાના દાગીનાની ઉઠાંતરી કરતી ટોળકીના બેને પકડી પાડ્યા છે.
જામનગરના ગોકુલનગર પાસેના રામનગરમાં રહેતા પોલાભાઈ અસ્વાર નામના વૃદ્ધ ગયા રવિવારે સાંજે સમર્પણ સર્કલથી પોતાના ઘર તરફ જવા માટે એક રિક્ષામાં બેઠા હતા. તે રિક્ષામાં મુસાફર તરીકે બેસેલા કેટલાક વ્યક્તિઓએ ધક્કામૂક્કી કરી પોલાભાઈના ગળામાંથી ત્રણ તોલા વજનની સોનાની કંઠી સેરવી લીધાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.
આ ગુન્હાની તપાસ સિટી-સી ડિવિઝન પોલીસે પીઆઈ જે.વી. ચૌધરીના વડપણ હેઠળ શરૂ કરી હતી. પીએસઆઈ વી.બી. બરબસીયા તથા સ્ટાફે જુદા જુદા વિસ્તારના સીસીટીવીના ફૂટેજ ચકાસ્યા હતા. તેમાં જીજે-૩-બીવી ૧૪૪૭ નંબરની રિક્ષા જોવા મળી હતી. તે રિક્ષા અંગે સ્ટાફના વનરાજ ખવડ, ખીમશીભાઈ, મહાવીરસિંહને મળેલી બાતમીના આધારે આગળ વધેલી તપાસમાં રાજકોટના નવાગામમાં રહેતો રિક્ષા ડ્રાઈવર અરવિંદ ઉર્ફે કનો પોલાભાઈ કાંજીયા તથા રાજકોટના કુબલીયાપરામાં રહેતા રવિ બટુકભાઈ સોલંકી નામના બે શખ્સ રિક્ષા સાથે ઝડપાઈ ગયા હતા.
બંને શખ્સની અટકાયત કરી પૂછપરછ કરાતા તેઓએ રૂ. ૧,૬૦,૦૦૦ની સોનાની કંઠી તફડાવ્યાની કબૂલાત કરી કંઠી કાઢી આપી છે. પોલીસે કંઠી તથા રૂ. ૧,૦૦,૦૦૦ની રિક્ષા કબજે કરી છે. આરોપી પૈકીના રવિ સોલંંકી સામે જુનાગઢ શહેરમાં બે તથા રાજકોટ શહેરમાં એક અને શાપર-વેરાવળમાં આવી જ રીતે ઉઠાંતરી કરવાના કુલ ચાર ગુન્હા નોંધાયેલા છે. જ્યારે અરવિંદ સામે હળવદ, વાંકાનેર તથા રાજકોટ શહેરમાં ચાર ગુન્હા નોંધાયેલા છે. બંને શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial