Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રામનવમીના પાવન પર્વે ધ્વજારોહણઃ અવિરત રામધૂનઃ અનેરો ઉત્સાહઃ ભકતો ઉમટ્યાઃ
જામનગર તા. ૧૭: જામનગરમાં પંચેશ્વર ટાવર પાસેઆવેલા ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરમાં રામનવમીના પર્વ પર મહા આરતી કરાઈ હતી. તે ઉપરાંત વિશ્વ વિખ્યાત સુપ્રસિદ્ધ બાલા હનુમાનજી મંદિરમાં પણ રામનવમી નિમિત્તે મહાઆરતી-ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગરના પંચેશ્વર ટાવર નજીક આવેલા ભગવાન રામચંદ્રજીના મંદિરમાં રામનવમીના પાવનકારી પર્વને લઈને બપોરે ૧ર વાગ્યે મહાઆરતી કરવામાં આવી હતી, અને ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. લોહાણા જ્ઞાતિના પ્રમુખ શ્રી જીતુભાઈ લાલની આગેવાની હેઠળ તેમજ લોહાણા જ્ઞાતિના અન્ય હોદ્દેદારો તથા અન્ય રામ ભકતો શૈલેષભાઈ જશવંતરાય વસંત અને નિકિતાબેન શૈલેષભાઈ વસંત, આષિત હર્ષવર્ધનભાઈ બદીયાણી અને શીતલબેન આશિતભાઈ બદીયાણી, હિતેશભાઈ કાનજીભાઈ મોદી અને લીનાબેન હિતેશભાઈ મોદી, અતુલભાઈ મગનલાલ પોપટ અને દિવ્યાબેન અતૂલભાઈ પોપટ વગેરે દ્વારા મહાઆરતી તેમજ ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. આ મહાઆરતી સમયે શહેરના અનેક રામ ભકતો હાજર રહ્યા હતાં, અને પ્રભુ રામચંદ્રજીની પૂજા-અર્ચના કરાઈ હતી. ઉપરાંત રામ ભકતો દ્વારા અવિરત રામધૂન બોલાવાઈ હતી. આ ઉપરાંત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા શ્રી બાલા હનુમાનજી મંદિરમાં પણ રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રભુ રામચંદ્રજીની મહા આરતી કરાઈ હતી, અને રામધૂન બોલાવાઈ હતી. સાથોસાથ બાલા હનુમાન સંકીર્તન મંડળ ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ અન્ય હોદ્દેદારો વિનુભાઈ તન્ના તથા અન્ય ટ્રસ્ટીગણ વગેરે દ્વારા ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતાં. જ્યારે મંદિર પરિસરમાં ચાલી રહેલી શ્રી રામ જય રામ જય જય રામની અખંડ રામધૂનમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતાં, અને અખંડ રામ નામના જાપથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial