Advertisement
Author: નોબત સમાચાર

સોશિયલ મીડિયા પર વાંધાજનક મેસેજ કે ટિપ્પણી ન કરવા નાગરિકોને અપીલ

સાયબર ક્રાઈમ પોલીસ રાખી રહી છે વોચઃ

જામનગર તા. ૧૭: જામનગરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ વ્યક્તિએ સમાજ, જ્ઞાતિ, ધર્મ અંગે ઉશ્કેરણીજનક ટિપ્પણી કે મેસેજ ફોરવર્ડ ન કરવા તેમ પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે. તે ઉપરાંત સોશિયલ મીડિયા પર સાયબર ક્રાઈમ પોલીસ પણ બાજનજર રાખી રહી છે.

જામનગર સહિત દેશભરમાં આવતા મહિને લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાનાર છે ત્યારે જામનગરમાં કોઈ વ્યક્તિએ સોશિયલ મીડિયા કે અન્ય કોઈ માધ્યમથી જ્ઞાતિ, સમાજ કે ધર્મ વિરૂદ્ધ ઉશ્કેરણીજનક ટિપ્પણી ન કરવી તેવી અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે.

આવી ટિપ્પણી કરતા કે અફવા પ્રસરાવતા અથવા ધાર્મિક લાગણી દુભાવતા મેસેજ ફોરવર્ડ ન કરવા જણાવવામાં આવ્યું છે. તે ઉપરાંત સાયબર ક્રાઈમ પોલીસ પણ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજર રાખી રહી છે. આ પ્રકારની કોઈપણ પ્રવૃત્તિ ધ્યાનમાં આવશે તો તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh