Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાવવધારો પરત ખેંચવા પાલિકાને પાઠવાયુ આવેદનપત્ર
દ્વારકા તા. ૧૭: દ્વારકા નગરપાલિકા દ્વારા રેંકડીધારકો પાસેથી વસુલવામાં આવતા દૈનિક ભાડાની રકમમાં ત્રણ ગણો વધારો ઝીંકી દેતા તેનો રેંકડીધારકો તથા નાના વેપારીઓ દ્વારા વિરોધ કરવમાં આવ્યો હતો.
શાકમાર્કેટ ચોક તથા આસપાસના રેંકડીધારકો શાકભાજી તેમજ ફ્રૂટ ઈત્યાદિના રેંકડીધારકો દ્વારા નગરપાલિકામાં ભાવધારો પરત ખેંચવાના માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર નગરપાલિકાના ત્રણ-ચાર કર્મચારીઓ દ્વારા શાક માર્કેટ ચોકના લારીધારકોને મૌખિક સૂચના આપી જણાવેલ કે નગરપાલિકા દ્વારા લેવામાં આવતા ડેઈલી ભાડાનો જુનો કોન્ટ્રાક્ટ પૂરો થયો હોય, હવેથી નવા ડેઈલી ભાડા પેટે રૂપિયા ૩૦ પ્રતિદિન લેખે ઉઘરાવવામાં આવશે.
અત્યાર સુધી ડેઈલી ભાડાની રકમ રૂપિયા દસ પ્રતિદિન હતી. જે હવેથી એકાએક ત્રણગણી કરી રૂપિયા ત્રીસ કરવાની તજવીજ નગર પાલિકાએ હાથ ધરી હોય જે લારીધારકોને પરવડે તેમ નથી. દ્વારરકા નજીકના પોરબંદર તથા ઓખા નગરપાલિકામાં પણ જો આટલું ઓછું ભાડુું હોય તો દ્વારકાના નાના વેપારીઓને ન પરવડે તેવું ભાડું શા માટે લેવાનો નિર્ણય લેવાયો છે અને જો આ અંગે કોઈ ગાંધીનગરથી સરકારી પરિપત્રના આધારે નિર્ણય લેવાયો હોય તો તે અંગેની વિગતો ૨ દિવસમાં આપવાની માંગ સાથે વેપારીઓ દ્વારા આવા તોતીંગ ભાવવધારાને પરત કરવાની માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial