Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરબીઆઈ એ પણ ૭ ટકાના વૃદ્ધિ દરની આશા વ્યક્ત કરીઃ
મુંબઈ તા. ૧૭: આઈએમએફ એ ભારતના ગ્રોથ રેટનો અંદાજ વધાર્યો છે અને ૩૦ બેસિસ પોઈન્ટ અથવા ૦.૩૦ ટકા વધારીને ૬.૮ ટક કર્યો છે. આરબીઆઈ એ પણ ચાલુ નાણાકીય વર્ષે અર્થવ્યવસ્થા સાત ટકાના દરે આગળ વધવાની આશા દર્શાવી છે.
ભારતીય અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને આ તોફાની ગતિ ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની છે. આ અમે નથી કહી રહ્યા, પરંતુ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડએ આ વાત કહી છે. વૈશ્વિક સંસ્થાએ ભારતના આઉટલૂકને પ્રોત્સાહક ગણાવ્યો છે અને જીડીપી વૃદ્ધિ અંદાજમાં ૩૦ બેસિસ પોઈન્ટનો વધારો કરીને ૬.૮ ટકા કર્યો છે. બીજી તરફ ચીનની અર્થવ્યવસ્થાને લઈને ચિંતા યથાવત્ છે.
ભારતમાં થોડા જ દિવસોમાં લોકસભા ચૂંટણી ર૦ર૪ યોજાવા જઈ રહી છે અને તે પહેલા અર્થતંત્ર માટે એક પછી એક સારા સમાચાર આવી રહ્યા છે. વિશ્વ બેંક હોય, ફિચ-એડીબી હોય કે મૂડીઝ, દરેકે ભારતીય અર્થતંત્રની ઝડપી ગતિ પર વિશ્વાસ વ્યક્ત કર્ય છે. હવે આઈએમએફ તરફથી પણ સારા સમાચાર આવ્યા છે. તેના અનુમાનમાં ફેરફાર કરીને આઈએમએફ એ નાણાકીય વર્ષ ર૦ર૪-રપ માં ભારતીય અર્થવ્યવસ્થા ૬.૮ ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ મૂક્યો છે. અગાઉ જાન્યુઆરીમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે ૬.૩ ટકાના દરે વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો.
આઈએમએફ એ આગામી નાણાકીય વર્ષે ર૦રપ-ર૬ મો ૬.પ ટકાના અનુમાનને યથાવત્ રાખીને ચાલુ નાણાકીય વર્ષમાં ભારત માટે વૃદ્ધિ દરના અંદાજમાં ૩૦ બેસિસ પોઈન્ટ્સ અથવા ૦.૩૦ ટકાનો વધારો કર્યો છે. આ સંબંધમાં જારી કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્થાનિક માંગમાં સતત મજબૂતાઈ અને કામકાજની ઉંમરની વધતી જતી વસતિને ધ્યાનમાં રાખીને આઉટલૂકમાં સુધારો કરવામાં આવ્યો છે. આઈએમએફનો નવા અંદાજ ભારતીય રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલા અંદાજની નજીક છે. તમને જણાવી દઈએ કે આરબીઆઈ એ આશા વ્યક્ત કરી છે કે ૧ એપ્રિલથી શરૂ થતા ચાલુ નાણાકીય વર્ષમાં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial