Advertisement
Author: નોબત સમાચાર

હવે એવું લાગે છે કે આ વખતે ભાજપને માત્ર ૧પ૦ બેઠકો મળશેઃ રાહુલ ગાંધી

ભ્રષ્ટાચારીઓનું ગોદામ બનેલો ભાજપનું સૂત્ર લૂંટ અને જુઠ્ઠાણું: અખિલેશ યાદવ

ગાઝિયાબાદ તા. ૧૭: રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે ગાઝિયાબાદમાં યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં મોદી સરકાર અને ભાજપ પર તીખા તમતમતા પ્રહારો કર્યા હતાં.

આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના સુપ્રિમો અખિલેશ યાદવે બન્ને કૌશામ્બીની રેડિયન્સ બ્લુ હોટેલમાં ઈન્ડિયા એલાયન્સના કોંગ્રેસ ઉમેદવાર ડોલી શમર્નિના સમર્થનમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી.

બન્ને નેતાઓએ તમામ દેશવાસીઓને રામ નવમીની શુભેચ્છા પાઠવી હતી. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે કહ્યું કે પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ વખતે ઈન્ડિયા એલાયન્સ ગાઝિયાબાદથી ગાઝીપુર સુધી ભાજપનો સફાયો કરવા જઈ રહ્યું છે. ભાજપ ભ્રષ્ટચારીઓનું ગોદામ બની ગયું છે. ડબલ એન્જિન સરકારનો દાવો કરનારાઓ હવે હોર્ડિંગ્સમાં એકલા જોવા મળી રહ્યા છે. લૂંટ અને જુઠ્ઠાણું ભાજપનું સૂત્ર બની ગયું છે. ભલે ગમે તેટલી સ્પષ્ટતા થાય પણ તેઓ ભ્રષ્ટાચારના ચેમ્પિયનો છે. આગામી ચૂંટણીમાં જનતા પરિવર્તન ઈચ્છે છે.

અખિલેશ યાદવે કહ્યું કે યુપી અને દેશમાં પરિવર્તન આવશે. ઈન્ડિયા ગઠબંધન ગાઝિયાબાદથી ગાઝીપુર સુધી ક્લીન સ્વીપ કરશે. લૂંટ અને જુઠ્ઠાણું એનડીએ ગઠબંધનની ઓળખ બની ગઈ છે. કાર્યકરોને અપીલ કરતા તેમણે કહ્યું કે એક પણ મતનું વિભાજન ન થવું જોઈએ.

પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, આ વિચારધારાની ચૂંટણી છે. ભારતનું ગઠબંધન બંધારણ અને લોકશાહીનું રક્ષણ કરી રહ્યું છે. બેરોજગારી, મોંઘવારી, ભાગીદારી, આ અમારા મુદ્દા છે. પીએમ મોદી સમુદ્રની નીચે જાય કે આકાશમાં જાય, તેઓને આ મુદ્દાઓની પરવાહ નથી. થોડા દિવસો પહેલા તેમણે એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો અને પારદર્શિતાની વાત કરી હતી, પરંતુ તેમણે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા દાન આપનારા લોકોના નામ કેમ જાહેર ન કર્યા. આ બોન્ડ ડાયરેક્ટ કલેક્શન છે. ૧પ દિવસ પહેલા એવું લાગતું હતું કે ભાજપને ૧૮૦ બેઠકો મળશે અને હવે લાગે છે કે તેને માત્ર ૧પ૦ બેઠકો મળશે.

રાહુલ ગાંધીએ ભાજપને સવાલ પૂછ્યો કે જો ચૂંટણી બોન્ડ યોગ્ય જ હતું તો પછી સુપ્રિમ કોર્ટે તેને રદ્ કેમ કર્યા? જે લોકોએ ભાજપને હજારો કરોડો રૂપિયા આપ્યા તેના વિશે વિગતો કેમ છૂપાવાઈ? જે કંપનીઓને હજારો કરોડોના કોન્ટ્રાક્ટ અપાય છે અને ભાજપને ડોનેશન આપે છે. હાલમાં બેરોજગારી, મોંઘવારી મુખ્ય મુદ્દા છે છતાં ભાજપ ફક્ત લોકોનું ધ્યાન ભટકાવવામાં જ વ્યસ્ત છે. ખેડૂતો પણ પરેશાન છે. તેમને એમએસપી નથી મળી રહી, તે પ્રકારના તીખા તમતમતા આક્ષેપો પણ બન્ને નેતાઓએ કર્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh