Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટર રીપેર કરવા ગયા હતા અને માર પડ્યોઃ
જામનગર તા. ૧૭: જામનગરના આમરા ગામના એક યુવાનને સોમવારે પિતા, પુત્ર, કાકાએ એક યુવતીને ફોન કરવાના પ્રશ્ને માર માર્યા પછી થાંભલામાં બાંધી ધોકાથી ફટકાર્યાે હતો. આ યુવાનના કાકાને તેના જ મોબાઈલમાંથી કોલ કરી ધમકી આપી હતી.
જામનગર તાલુકાના આમરા ગામના ગોરધનભાઈ કાનજીભાઈ મઘોડીયા સોમવારે સવારે આમરામાં જ આવેલા હેમત પાંચાભાઈ કટેશીયાના ખેતરે ઈલેકટ્રીક મોટર રીપેર કરવા ગયા હતા ત્યારે હેમતે મારી દીકરીને ફોન કેમ કરશ તેમ કહી બોલાચાલી કરી હતી.
ત્યારપછી ગાળો ભાંંડી હેમત તેમજ અલ્પેશ હેમતભાઈ, ભલાભાઈ પાંચાભાઈ કટેશીયાએ ઈલેકટ્રીકના થાંભલા સાથે બાંધી ગોરધનભાઈને ધોકા, ઢીકાપાટુથી માર માર્યાે હતો અને તેમના ફોનમાંથી કાકા રમેશભાઈને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઈજા પામેલા ગોરધનભાઈએ સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial