Advertisement
Author: નોબત સમાચાર

એક્યુપ્રેશર, સુજોક તથા મેગ્નેટ થેરાપીના પાંચ દિવસીય સારવાર કેમ્પનું આયોજન

જામનગરના સ્વામિનારાયણ મંદિરે કાલથી

જામનગર તા. ૧૭: જામનગરના સ્વામિનારાયણ મંદિર, બેડીગેઈટ પાસે તા. ૧૮-૪-ર૦ર૪ થી તા. રર-૪-ર૦ર૪ સુધી પાંચ દિવસ માટે એક્યુપ્રેશર, સુજોક તથા મેગ્નેટ થેરાપીનો સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે.

જેમાં ચિકનગુનિયા, સાંધાનો દુઃખાવો, કમર દર્દ, પેટના રોગ, માઈગ્રેન, પેરેલાઈસ, બીપી, સુગર, જાડાપણું, આંખ-કાન-ગળુ તથા દરેક બીમારીનો ઈલાજ દવા વગર હાથ-પગની નાડી દબાવીને કરવામાં આવશે.

આ કેમ્પમાં ડો. રામમનોહર લોહિયા એક્યુપ્રેશર આરોગ્ય જીવન સંસ્થાના નિષ્ણાત ડો. સુમનકુમાર, ડો. વિક્રમસિંહ, રાજવિંદરસિંહ સેવા આપશે. સ્વામિનારાયણ ચતુર્ભુજ સ્વામીએ આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh