Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રામ જન્મભૂમિ પર પ્રાણપ્રતિષ્ઠા પછી પ્રથમ રામ નવમીના પર્વે ભક્તોના ઘોડાપુરઃ દિવ્ય માહોલ
અયોધ્યા તા. ૧૭: અયોધ્યામાં રામજન્ભમૂમિ પર પ્રાણપ્રતિષ્ઠા પછી રામલલાને સૂર્યતિલક સાથે સુર્યાભિષેક કરાવાયો હતો. આ અદ્ભુત નજારો હજારો રામભક્તોએ નિહાળ્યો હતો. પ્રાણપ્રતિષ્ઠા પર્વ પછીની આ પ્રથમ રામનવમી અયોધ્યામાં ઉજવાઈ રહી છે, અને લાખો ભક્તો દર્શનાર્થે ઉમટ્યા છે.
આજે રામનવમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતની રામનવમી ખૂબ જ ખાસ છે, કારણ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પછી રામલલ્લાની આ પહેલી રામનવમી છે. અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન રામલલ્લાને સૂર્ય તિલક કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે આજે પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ હોવાથી દેશભરમાંથી લાખો ભક્તોની ભીડ અયોધ્યા રામલલાના દર્શન કરવા ઉમટી છે.
આજે રામ નવમીના દિવસે અયોધ્યાના મંદિરમાં રામલલ્લાના અભિષેક પછી તેમને પ્રથમ સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. બપોરે ૧ર-૦૧ વાગ્યે, વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત ટેકનિકનો ઉપયોગ કરીને રામલલ્લાના લલાટ પર સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. સૂર્યનું પ્રથમ કિરણ રામલલ્લાના મસ્તક પર પહોંચતા જ મંદિરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભગવાન રામની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવી હતી અને શુભ ભજનો ગાવામાં આવ્યા હતાં.
આજે રામમંદિરમાં અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. આસ્થા અને વિજ્ઞાનના સંગમ સાથે રામલલ્લાને સૂર્ય તિલક કરવામાં આવ્યું છે. પ૦૦ વર્ષ ઈતિહાસમાં પ્રથમ વખત શ્રી રામને સૂર્ય તિલક કરાયો છે. આજે આ શુભ અવસર પર રામમંદિરનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રામલલ્લાનો ખાસ પોશાક તૈયાર કરવામાં આવ્યો છે. જે પીળા પીળા રંગનો છે. આમાં ખાદી અને હેન્ડલૂમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વસ્ત્રો તૈયાર કરવામાં વૈષ્ણો સંપ્રદાયના પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રામનવમી નિમિત્તે રામમંદિરના દ્વાર સવારે ૩-૩૦ વાગ્યે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતાં અને કહેવાય છે કે રાત્રે ૧૧ વાગ્યા સુધી ભક્તો રામલલ્લાના દર્શન કરી શકશે.
પ્રાણપ્રતિષ્ઠા પછી રામલલાનું આ પ્રથમ સૂર્ય તિલક છે. બપોરે ૧ર વાગ્યે અભિજીત મુહૂર્તમાં રામલલ્લાને ૩ મિનિટ માટે સૂર્ય તિલક લગાવવામાં આવ્યું હતું. આ માટે અષ્ટધાતુની ર૦ પાઈપમાંથી ૬પ ફૂટ લાંબી સિસ્ટમ બનાવવામાં આવી છે. જેમાં ગર્ભગૃહમાંથી રામલલ્લાના લલાટ સુધી ૪ લેન્સ અને ૪ અરીસા દ્વારા કિરણો પહોંચ્યા હતાં.
રામલલ્લાના સદનમાં રામ જન્મોત્સવનો પ્રારંભ થયો છે. જગદ્ગુરુ રાઘવાચાર્યે ભગવાન રામલલ્લાનો પ૧ કળશથી અભિષેક કર્યો હતો. બપોરે અત્યાર સુધીમાં ૬ લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચ્યા છે. રામજન્મભૂમિ સંકુલમાં લાંબી લાઈનો લાગી છે. રામ પથ, ભક્તિ પથ અને જન્મભૂમિ પથ પર ઘણી ભીડ છે.
રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું હતું કે, રામ નવમીના દિવસે રામ મંદિર પર પડતા સૂર્યના કિરણોનું સફળ પરીક્ષણ પૂર્ણ થયું છે. વૈજ્ઞાનિકોએ જે રીતે આ શક્ય બનાવ્યું છે તે પ્રશંસનીય અને આશ્ચર્યજનક છે, કારણ કે સૂર્યના કિરણો ભગવાન રામલલ્લાના કપાળ પર બરાબર પડી રહ્યા છે. આ દૃશ્ય ખૂબ જ આશ્ચર્યજનક છે. સૂર્યના કિરણો ભગવાન રામના કપાળ પર પડતા જ સ્પષ્ટ થઈ ગયું કે ભગવાન સૂર્યનો ઉદય થઈ રહ્યો છે. કહેવાય છે કે ત્રેતાયુગમાં પણ જ્યારે ભગવાન રામનો જન્મ થયો હતો ત્યારે સૂર્ય ભગવાન એક મહિના સુધી અયોધ્યામાં રહ્યા હતાં. ત્રેતાયુગનું એ દૃશ્ય હવે કળિયુગમાં પણ સાકાર થઈ રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial