Advertisement
Author: નોબત સમાચાર

સુમેર કલબ રોડ પર ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ ઝબ્બેઃ મોબાઈલ કબજે

ડીકેવી કોલેજ સામેથી વર્લીબાજ પકડાયોઃ

જામનગર તા. ૧૭: જામનગરના પી.એન. માર્ગ પર ડીકેવી કોલેજ સામેથી ગઈકાલે રાત્રે એલસીબીએ એક વર્લીબાજને દબોચી લીધો છે. જયારે સુમેર કલબ રોડ પર ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ પકડાયો છે.

જામનગરના પી.એન. માર્ગ પર ડીકેવી કોલેજ સામેના રોડ પર ગઈકાલે રાત્રે જાહેરમાં ઉભા રહી એક શખ્સ વર્લીનું બેટીંગ લેતો હોવાની બાતમી એલસીબીના મયુદ્દીન, વનરાજ મકવાણા, અરજણભાઈને મળતા એલસીબી સ્ટાફે દરોડો પાડ્યો હતો. નવાગામ ઘેડની આનંદ સોસાયટીમાં રહેતો અર્જુન મેઘનાથ દેવાણી નામનો શખ્સ મળી આવ્યો હતો.

આ શખ્સના કબજામાંથી વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી, રૂ. ૧૪૦૦ રોકડા અને મોબાઈલ મળ્યો હતો. તેની પૂછપરછ કરાતા તેણે કપાત લેતા મોરબીના હરેશ ઉર્ફે હરદેવનું નામ આપ્યું છે.

જામનગરના સુમેર કલબ રોડ પર આવેલી ઠંડા પીણાની દુકાન પાસે ગઈરાત્રે એક શખ્સ ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની બાતમી મળતા સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી રાહુલ મોહનભાઈ ગજરા નામનો શખ્સ ગઈકાલની આઈપીએલની મેચ પર જુગાર રમતો મળી આવ્યો હતો. પોલીસે તેનો મોબાઈલ તથા રોકડ મળી રૂ. ૫૪૫૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh