Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ રેલવે ડિવિઝનના ચાર શ્રેષ્ઠકર્મીઓનું સન્માન

ડીઆરએમ અશ્વિનીકુમાર દ્વારા

રાજકોટ તા. ૧૭: રેલવે સેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના ૪ કર્મચારીનું રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વિનીકુમાર દ્વારા ડીઆરએમ ઓફિસ રાજકોટના કોન્ફરન્સ રૂમમાં સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ રાજકોટ ડિવિઝનના ટ્રાફિક અને ટ્રેકશન સંચાલન વિભાગના કર્મચારીઓને ફેબ્રુઆરી-ર૦ર૪ મહિનામાં રેલવે સેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આપવામાં આવ્યો છે. એવોર્ડ મેળવનાર કર્મચારીઓમાં પપ્પારામ (લોકો પાયલટ ગુડ્સ - સુરેન્દ્રનગર), મનમોહનસિંઘ (ટ્રેન મેનેજર-સુરેન્દ્રનગર), રિંકુ કુમાર મીના (પોઈન્ટસ મેન-પીપલી) અને નથુ રામ (લોકો પાયલટ ગુડ્સ - સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. ઉપરોકત રેલવે કર્મચારીઓ દ્વારા ટ્રેનોમાં હોટ એકસલની નોટીસ કરવું, લટકતા ભાગો અને ઓએચઈ (ઓવર હેડ ઈક્વિપમેન્ટ)માં ત્રિપાલ લટકવાની સૂચના વગેરે સમયસર આપી હતી. આ રેલવે કર્મચારીઓની સતર્કતા અને તકેદારીએ સંભવિત રેલવે અકસ્માતોને રોકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ ઈલેકિટ્રકલ એન્જિનિયર (સંચાલન) મીઠાલાલ મીણા ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh