Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિવૃત્ત તલાટી-કમ-મંત્રી સામે કરાઈ ફરિયાદઃ
જામનગર તા. ૧૭: જામજોધપુરના સગરાપામાં રહેતા એક મહિલાએ ખેતીની જમીન ખરીદવા માટે પોતાના જ કૌટુંબિક અને તલાટી-કમ-મંત્રી તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા વ્યક્તિને રૂ. ૧૧ લાખ આપ્યા પછી તે રકમમાંથી તલાટી મંત્રીએ પોતાના પુત્રના નામે જમીન ખરીદી લીધી હતી. આ મહિલાએ પોતાની રકમ પરત માંગતા તેઓને સિક્યુરિટીમાં ખોટા દાગીના પણ પધરાવી દીધા હતા. મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે છેતરપિંડી અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જામજોધપુર શહેરમાં સગરાપામાં રહેતા અંજનાબેન નટુભાઈ ખાંટ નામના પટેલ મહિલાને ભાગીદારીમાં ખેતીની જમીન ખરીદવા માટે વર્ષ ૨૦૧૮ના ઓગસ્ટ મહિનામાં નિવૃત્ત તલાટી કમ મંત્રી ચીમનભાઈ ખાંટે વાત કર્યા પછી તે વખતે રૂ. ૭ લાખ મેળવ્યા હતા. તે પછી જમીનનો સોદા ખત કરવાનો છે તે માટે સુંથી આપવાની છે તેમ કહેવાયું હતું.
તે માટે અંજનાબેને ત્રણ મહિનામાં રૂ. ૨-૨ લાખ મળી કુલ રૂ. ૧૧ લાખ ચીમનભાઈને આપ્યા હતા. તે પછી ખેતીની આ જમીન ચીમનભાઈએ પોતાના પુત્ર આશિષ ખાંટના નામે લઈ લીધી હતી અને ડેરીની જમીનનો દસ્તાવેજ પોતાના જમાઈના નામે કરાવી લીધો હતો. તેથી જાણ થતાં અંજનાબેને પોતાના રૂ. ૧૧ લાખ પરત આપી દેવા કહ્યું હતું ત્યારે હાલમાં પૈસાની વ્યવસ્થા નથી તેમ ચીમનભાઈએ જણાવ્યું હતું.
ઉપરોક્ત વાતને પાંચેક વર્ષ થઈ ગયા હોવાથી પોતાની રકમ પરત મેળવવા અંજનાબેને ફરીથી વાત કરતા ચીમનભાઈએ સિક્યુરિટીમાં સોનાના દાગીના આપવા કહ્યું હતું અને પૈસા આપીએ ત્યારે દાગીના પરત આપી દેજો તેમ જણાવ્યું હતું. તેની વાતમાં ફરીથી આવી ગયેલા અંજનાબેને આ દાગીના મેળવ્યા હતા. ત્યારપછી દાગીના પર શંકા પડતા અંજનાબેને તેની ખરાઈ કરાવતા આ દાગીના ખોટી ધાતુના હોવાનું ખૂલ્યું હતું. ડઘાઈ ગયેલા અંજનાબેને આ દાગીના તો ખોટા છે તેમ ચીમનભાઈને જણાવતા ઉશ્કેરાઈ ગયેલા ચીમનભાઈએ ગાળો ભાંડી તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ગઈકાલે અંજનાબેને જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ચીમનભાઈ સામે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૫૦૪, ૫૦૬ (ર) હેઠળ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial