Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૌરાષ્ટ્ર-કચ્છના છસ્સોથી વધુ સદસ્યોની ઉપસ્થિતિ
જામનગર તા. ૧૭: લાયન્સ કલબ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીકટ ૩ર૩ર-જેનું વાર્ષિક અધિવેશન જામનગરના પદ્મ બેંકયુટ હોલમાં યોજવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના ૬૦૦ થી પણ વધુ સદસ્યો, ધારાસભ્યો રિવાબા જાડેજા, કાંધલ જાડેજા, બિલ્ડર મેરામણભાઈ પરમાર સહિત લાયન્સ કલબના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં. આ સંમેલનમાં ઈન્ટરનેશનલ ડાયરેકટર જીતેન્દ્ર ચૌહાણ અને ડિસ્ટ્રીકટ ગવર્નર હિરલબા જાડેજા, પૂર્વ ગવર્નર મોનાબેન શેઠના હસ્તે જામનગર ભારતીય જનતા પાર્ટીના સિનિયર મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલનું સન્માન કરવામાં આવ્યું હતું.
પર્યાવરણ અને જીવદયાનું ૯ વર્ષથી કાર્ય કરી રહેલા અને તેમાં પણ ખાસ કરીને ચકલી બચાવો અભિયાન દ્વારા પ૦ હજારથી પણ વધુ ચકલીના માળા અને પક્ષીને ઉનાળામાં પીવાનું પાણી મળી રહે તે હેતુસર પાણીના બાઉલનું વિનામૂલ્યે વિતરણ કામગીરી માટે ખાસ લાયન્સ કલબ ઓફ જામનગર વેસ્ટ પરિવારના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલનું વાર્ષિક સંમેલનમાં સન્માન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial