Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવાને ગળાફાંસો ખાઈ કરી લીધી આત્મહત્યાઃ
જામનગર તા. ૧૭: ઓખામંડળના આરંભડામાં રહેતા એક યુવાન પોતાને ગમતી યુવતી સાથે ક્યાંક ચાલ્યા ગયા પછી પરત આવ્યા હતા. તે યુવાનને મરી જવા માટે યુવતીના પરિવારના બે મહિલા તથા એક શખ્સ અવારનવાર ધમકાવતા હોય આ યુવાને ગળાફાંસો ખાઈ લીધો છે. મૃતકના ભાઈએ ત્રણેય સામે પોલીસમાં ફરિયાદ કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા ગામમાં રહેતા રામુભા કાયાભા હાથીયા નામના ૩૩ વર્ષના યુવાને પોતાના ઘરમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ દાનાભા કાયાભા હાથીયાએ મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ મીઠાપુરની એક યુવતી સાથે અગાઉ રામુભાને પ્રેમસંબંધ બંધાયો હતો. તે પછી આ યુવક, યુવતી પોતાના ઘરેથી ચાલ્યા ગયા હતા.
ત્યાંથી પરત આવ્યા પછી આ યુવતીના પરિવારના રાજુબેન વાઘેલા, મંગીબેન કનુભાઈ ઝાલા, વિજય કનુભાઈ ઝાલા અવારનવાર રામુભાને ધમકી આપતા હતા. તેઓએ મરી જવાનું કહી જો તેમ ન કરે તો રામુભાને મારી નાખવાની ધમકી પણ આપી હતી. તે ધમકીથી ડરી ગયેલા રામુભાએ પોતાના ઘરમાં ગળાટૂંપો ખાઈ લીધો હતો. પોલીસે રાજુબેન, મંગીબેન, વિજય સામે આઈપીસી ૩૦૬, ૫૦૬ (ર), ૧૧૪ હેઠળ ગુન્હો નોંધી તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial