Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા તથા ભાણવડના વિસ્તારોમાં ચૈત્રી આઠમ નિમિત્તે હવન યોજાયા

મંદિરો તથા ભાવિકોના રહેણાંકોમાં ઉજવાઈ હવનાષ્ટમી

ખંભાળીયા તા. ૧૭: ચૈત્રી માસની નવરાત્રિની હવન અષ્ટમી નિમિત્તે ખંભાળીયા તથા ભાણવડ પંથકના અનેક મંદિરો તેમજ કેટલાક સ્થળે ભાવિકોએ પોતાના ઘરમાં પણ હવન કરીને હવનાષ્ટમી ઉજવી હતી.

ખંભાળીયામાં પોર ગેઈટ પાસે સીંધવી સિકોતેર માતાજી, દત્તાણી કુટુંબના કુળદેવી રૂડીસામી માતાજી, ભાણવડ પાસે ઘુમલીમાં બરડા ડુંગર પર આશાપુરા માતાજી મંદિરે હવન અષ્ટમીના હવન તથા ગોરણી પૂજન ભોજન યોજાયા હતાં.

ઘુમલી આશાપુરા તથા સામુદ્રી માતાજીના મંદિરે પૂજારી સંજયભાઈ પંડિત દ્વારા મુખ્ય યજમાનપદે વિમલભાઈ સુધીરભાઈ થાનકીની ઉપસ્થિતિમાં યજ્ઞ તથા ગોરણી પૂજનના કાર્યક્રમો યોજાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh