Advertisement
Author: નોબત સમાચાર

જામનગર લોહાણા મહાજન દ્વારા રામ નવમીના પારણાંની નાત (સમુહ જ્ઞાતિ ભોજન)ની સમિતિ દ્વારા કરાઈ તૈયારીઓ

આવતીકાલે શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ દ્વારા યોજાશે પારણાં:

જામનગર લોહાણા મહાજન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીના પર્વના પારણાંની નાત (સમૂહ જ્ઞાતિ ભોજન)નું આયોજન એમ.પી. શાહ કોમર્સ કોલેજ પાસેના મેદાનમાં કરવામાં આવ્યું છે. ચૈત્ર માસના નવ નોરતાની પૂર્ણાહુતિ અને રામ જન્મોત્સવના અનુસંધાને દર વર્ષે લોહાણા જ્ઞાતિના સમૂહ પારણાંની નાત યોજવામાં આવે છે. આવતીકાલે દસમના દિને યોજાનાર નાત જમણ માટે 'અયોધ્યાનગરી'માં રસોડુ, સમિયાણો, ટેબલ, કારપેટ સહિતની તૈયારીઓ શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિના હોદ્દેદારોની દેખરેખ હેઠળ ચાલી રહી છે. આ પ્રસંગે ગઈકાલે અયોધ્યાનગરીમાં જામનગર લોહાણા મહાજનના પ્રમુખ તેમજ શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિના તમામ હોદ્દેદારો જીતુભાઈ લાલ, મંત્રી  રમેશભાઈ દત્તાણી, ભરતભાઈ મોદી (સાબુવાળા), મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનીલભાઈ ગોકાણી, ભરતભાઈ કાનાબાર, નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતીયા, અતુલભાઈ પોપટ, મધુભાઈ પાબારી, રાજુભાઈ હિંડોચા, મનીષભાઈ તન્ના ઉપસ્થિત રહી કામગીરીની સમીક્ષા કરી હતી. લોહાણા અગ્રણી શરદભાઈ વસંત પણ ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh