Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિજીલીયન્સની ટુકડી ગાંધીનગરથી ત્રાટકી
જામનગર તા. ૧૭ : જામનગરના બેડેશ્વર વિસ્તારના ગોદામમાં રાજ્યની વિજીલન્સ ટીમ દ્વારા છ દિવસથી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જો કે હજુ સુધી કોઈ વિગતો પ્રકાશમાં આવી નથી પરંતુ જેની છાપ જરા પણ સારી નથી એવા પુરવઠા તંત્ર ઉપર નજીકના ભવિષ્યમાં આકરા પગલા લેવાઈ તો નવાઈ નહીં.
રાજ્યના નાગરિક, પુરવઠા વિભાગનું ગોદામ બેડેશ્વરમાં છે. એફસીઆઈના ગોદામમાંથી ખાદ્ય પુરવઠો આ ગોદામમાં રાખવામાં આવે છે.
એફસીઆઈના ગોદામમાંથી પેકિંગમાં જ ખાદ્ય પુરવઠો બેડેશ્વર ગોદામમાં શિફટ કરવામાં આવે છે અને ત્યાં બંધ ગુણી ખોલી તેનું ચેકીંગ કર્યા પછી ફરીથી પેકિંગ કરીને સસ્તા અનાજની દુકાને રાશનનો જથ્થો રવાના કરવાનો હોય છે પરંતુ કોઈ પણ પ્રકારના ચેકિંગ વગર જ જથ્થો સપ્લાય કરાતો હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. જેના અનુસંધાને ગાંધીનગરથી વિજીલીયન્સની ટીમ જામનગર આવી હતી અને સતત છ દિવસથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હજુ આવતીકાલ સુધી તપાસ ચાલી શકે તેમ છે આ પછી ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારી સમક્ષ રજુ થયા પછી કોઈ આકરા પગલા લેવાઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial