Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્ય સફાઈ કાર્મચારી મંડળની હાઈકોર્ટમાં પડકારવાની તૈયારીઃ
ખંભાળીયા તા. ૧૭: ખંભાળીયા પાલિકાનું મહેકમ ખર્ચ વધવાના કારણે ખર્ચમાં ઘટાડાના ભાગરૂપે કર્મચારીઓનું પગારપંચ સ્થગિત કરીને તેમને હાલના બદલે જુનો પગાર પંચ આપવા હિલચાલ શરૂ થતાં કર્મચારીઓમાં વિરોધની લાગણી ફેલાઈ છે.
રાજ્ય સફાઈકર્મી મહામંડળના મહામંત્રી રમેશભાઈ વાઘેલાએ જણાવેલ કે પાલિકાનું મહેકમ ખર્ચ ૪૮ ટકાથી વધીને ૬૯ ટકા જેટલું થઈ જતાં આવી તજવીજ શરૂ થઈ છે. જેની સામે કર્મચારીઓનો વિરોધ શરૂ થયો છે. સફાઈકર્મી મહા મંડળના રાજ્ય મહામંત્રી રમેશભાઈ વાઘેલાએ જણાવેલ કે મહેકમ ખર્ચ વધવાના બહાના હેઠળ કર્મચારીઓનો પગારધોરણ પરત ના ખેંચાય મહેકમ ખર્ચ જાળવવાની જવાબદારી પાલિકાના વહીવટી અધિકારીઓની છે. જેમાં નિષ્ફળ જતાં નાણાકીય કટોકટી થઈ છે.
પાલિકાઓના કર્મચારીઓને મહેકમના આધારે મળતું પગાર પંચ સ્થગિત માર્ચ-ર૦ર૪ ની અસરથી કરવા હુકમ થયો છે. પરંતુ રોજમદાર તથા કરાર આધારિત કર્મીઓને મહેકમ ખર્ચમાં ના ગણવા અગાઉ ન્યાયતંત્રના ચુકાદા હોય કાયમી નિયુકત ના જ ખર્ચને મહેકમ ખર્ચમાં ગણી શકાય તેમ હોવા છતાં અહી રોજમદારો કરારવાળાને ગણીને ખોટા અર્થઘટનો કરીને સાતમા પગારપંચને સ્થગિત કરવાની કાર્યવાહી સામે રમેશભાઈ વાઘેલા હાઈકોર્ટના દરવાજા ખટખટાવશે તેમ પણ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial