Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આકરા તાપ અને બફારાથી પ્રજાજનોને હાલાકીઃ મહત્તમ ૩૬.૮ ડીગ્રી

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯પ ટકાએ પહોંચ્યું:

જામનગર તા. ૧૭: જામનગરમાં એપ્રિલ માસના મધ્યાંતર પછી હવે ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન પોણા ડીગ્રીથી વધુ વધીને મહત્તમ તાપમાન ૩૬.૮ ડીગ્રીએ પહોંચી ગયું હતું. સવારે સૂર્ય દેવતા નભમાં ઉદીત થયા પછી ધીમે-ધીમે વાતાવરણમાં ગરમી પ્રસરવા લાગી હતી અને બપોરે આકરો તાપ અનુભવાયો હતો. નગરના વાતાવરણમાં એક જ દિવસમાં ભેજનું પ્રમાણ ર૮ ટકા વધીને ૯પ ટકાએ પહોંચી ગયું હતું. જામનગરમાં આકરા તાપ અને અસહ્ય બફારાથી નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ગરમીમાંથી રાહત મળે તે માટે જનતાએ એસી, એરકુલર તથા ઠંડા-પીણાનો સહારો લીધો હતો. નગરમાં અડધા ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ર૬ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh