Advertisement
Author: નોબત સમાચાર

મહિલા ગાયકને વીડિયો મોકલી ખંડણી પેટે રૂ. ૩૫,૦૦૦ માંગનાર ત્રિપૂટી ઝડપાઈ

વીડિયો વાયરલની અપાઈ હતી ધમકીઃ

જામનગર તા. ૧૭: દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક મહિલા ગાયકને વોટ્સએપ પર બીભત્સ વીડિયો મોકલાવી તેને વાયરલ કરવાની ધમકી આપી રૂ. ૩૫,૦૦૦ મંગાયાની સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ થઈ હતી. તે ગુન્હામાં સાયબર ક્રાઈમ પોલીસે મૂળ કુવાડીયાના અને હાલમાં અમદાવાદ રહેતા એક શખ્સ તેમજ મોટા આસોટા અને સામોર ગામના અન્ય બેને પકડી પાડ્યા છે.

દેવભૂમિ દ્વારકાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગાયબ કલાકાર ભૂમિબેન નારણભાઈ નંદાણીયાએ ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે, કોઈ અજાણ્યો શખ્સ તેમને મોબાઈલ પર બીભત્સ વીડિયો મોકલાવી તેને વાયરલ કરવાની ધમકી આપી રૂ. ૩૫ હજારની માગણી કરે છે.

તે ફરિયાદ પરથી સાયબર પોલીસે આઈપીસી તેમજ આઈટી એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી. આવી રીતે કેટલાક વ્યક્તિઓને ધમકી અપાતી હોય નબળા મનના લોકો આવેશમાં આવી આડુ અવળુ પગલું પણ ભરી લેતા હોય ત્યારે કેસની ગંભીરતાને ધ્યાને રાખી પીઆઈ પી.પી. બ્રહ્મભટ્ટ તથા સ્ટાફે તપાસ આદરી હતી. જેમાં ત્રણ શખ્સની સંડોવણી ખૂલી હતી.

કલ્યાણપુરના મોટા આસોટા ગામના હેમત રણમલ કરંગીયા, ખંભાળિયાના કુવાડીયા ગામના વતની અને હાલમાં અમદાવાદમાં ઘાટલોડીયામાં રહેતા વિશાલ રામભાઈ દેથરીયા અને સામોર ગામના દિવ્યેશ રામભાઈ કરંગીયાના નામ ઉપસી આવતા ત્રણેય શખ્સના સગડ સાયબર ક્રાઈમ પોલીસે દબોવ્યા હતા. જેમાં વિશાલ દેથરીયાએ આ વીડિયો દિવ્યેશ કરંગીયા પાસેથી મેળવ્યા પછી પોતાના મિત્ર હેમત કરંગીયાને મોકલ્યાનું અને હેમતે તે વીડિયો વોટ્સએપથી મોકલાવી રૂ. ૩૫,૦૦૦ માગ્યાનું ખૂલતા ત્રણેય શખ્સને સાયબર ક્રાઈમ પોલીસે પકડી પાડ્યા છે. આ ગુન્હામાં અગાઉ ભુજના માધાપરના આશિષ માવજી ચાડ તથા ભુજના ઉમેદપુરના અશોક રણછોડભાઈ ડાંગરની પણ ધરપકડ કરાઈ હતી. હાલમાં ઝડપાયેલા ત્રણેય શખ્સની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh