Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય વાયુ સેનાના માર્શલ અરજનસીંઘને સંગીતમય શ્રદ્ધાંજલિ

જામનગરના તળાવની પાળે બેન્ડની સુરાવણી કાર્યક્રમઃ

જામનગર તા. ૧૭: ભારતીય વાયુ સેનાના માર્શલ અરજનસીંઘની ૧૦પ મી જન્મ જયંતી નિમિત્તે તળાવની પાળે ત્રિ-સેવા બેન્ડની સુરાવલી-સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એરફોર્સના એર વોરીયર્સ સીમ્ફની ઓરકેસ્ટ્રા, એર ફોર્સ બેન્ડ અને નેવી બેન્ડના જવાનોએ કાર્યક્રમ રજુ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, ડીફેન્સ, કોસ્ટ ગાર્ડના અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, કોલેજના વિદ્યાર્થીઓ, દિવ્યાંગ બાળકો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ યુ-ટયુબ પરથી કરાયું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh