Advertisement
Author: નોબત સમાચાર

ભારતમાં બે દાયકામાં વૃદ્ધો ત્રણ ગણા થતા દવાખર્ચ ૪૦૦ ગણો વધશે

એક હજાર ઈન્ડોર વૃદ્ધ દર્દીઓના આધારે રિપોર્ટ તૈયાર કરાયો

નવી દિલ્હી તા. ૧૭ : આગામી ર૦ વર્ષમાં દેશમાં વૃદ્ધોની સંખ્યા ત્રણ ગણી થઈ જશે અને હોસ્પિટલ ખર્ચ ૪૦૦ ગણો થઈ જશે, રિપોર્ટમાં આ ઘટસ્ફોટ કરાયો છે.

એક અભ્યાસ અનુસાર ભારતમાં વૃદ્ધોની સંખ્યા આગામી ર૦ વર્ષમાં ત્રણ ગણી થઈ જશે. ત્યારે બે કે તેનાથી વધુ બીમારીઓની ચપેટમાં આવનાર વૃદ્ધ દર્દીઓની સંખ્યા પણ ખૂબ વધુ હશે. ડોકટરોએ ચેતવણી આપી છે કે જો અત્યારથી વૃદ્ધ દર્દીઓના આરોગ્ય પર ખર્ચ વધારવામાં આવ્યો નહીં તો સરકારી હોસ્પિટલ પર બોજ વધશે.

ડોકટર્સે લોકનાયક હોસ્પિટલમાં દાખલ એક હજાર વૃદ્ધ દર્દીઓની દવાઓ પર ખર્ચના વિશ્લેષણના આધારે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. તેમની દવાઓ પર ૧૦.૮૭ લાખ રૂપિયા ખર્ચ થાય છે. તેમને ૧ર૭ ફોર્મ્યુલેશનની ૮,૩૬૬ દવાઓ આપવામાં આવી. જેમાં સૌથી વધુ ૯૧ ટકા ખર્ચ પેરેન્ટ્રલ એટલે કે પાચનતંત્ર સિવાય અન્ય માર્ગ જેમ કે ઈન્જેકશન કે ઈન્ફયૂઝનથી આપવામાં આવેલી દવાઓ પર થયો.

મહત્ત્વનું એ છે કે જે વૃદ્ધ દર્દીઓને એકથી વધુ બીમારીના કારણે દાખલ કરવા પડ્યા, તેમાં દવાઓ પર ખર્ચ સૌથી વધુ હતો. નર્સિંગ, ડોકટરની સલાહ અને તપાસ જેવી મોટાભાગની સેવાઓ સરકારી હોસ્પિટલોમાં નિઃશુલ્ક છે. યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન વિભાગે વર્ષ ર૦પ૦ સુધી ભારતમાં વૃદ્ધ વસ્તી ૩૦ કરોડથી વધુ થવાનું અનુમાન લગાવ્યું છે. જે અત્યારે ૧૦ કરોડની આસપાસ છે. અભ્યાસ અનુસાર રાષ્ટ્રીય સ્તરે મોટા સરકારી હોસ્પિટલોમાં ખર્ચનો હિસાબ કરોડોમાં હોઈ શકે છે. જે ર૦ વર્ષમાં લગભગ ૪૦૦ ગણો વધી શકે છે.

ડોકટર્સનું કહેવું છે કે રાષ્ટ્રીય સ્તરે વૃદ્ધ વસ્તી માટે દવાઓ પર ખર્ચની નજરની સાથે સાથે દવા નીતિ પણ બનાવવામાં આવે અને તેને પ્રાથમિકતાના સ્તરે લેવાની જરૂર છે. અનુમાન છે કે ર૦૩૦ સુધી ભારતમાં આરોગ્ય સારસંભાળ ૪પ ટકા બોજ વૃદ્ધ દર્દીઓ પર ખર્ચ કરવામાં આવશે. જે પરિવારોમાં વૃદ્ધ સભ્ય હોય છે તે વૃદ્ધ વિનાના પરિવારની તુલનામાં આરોગ્ય પર ૩.૮ ગણો વધુ ખર્ચ કરે છે. આવા પરિવાર આવકનો ૧૩ ટકા ભાગ આરોગ્ય પર ખર્ચ કરી રહ્યા છે.

લોકનાયકમાં દાખલ ચારમાંથી ૩ વૃદ્ધ દર્દીઓમાં એકથી વધુ બીમારીઓ ૭૪.૭ ટકા દાખલ દર્દીઓમાં એકથી છ બીમારીઓ મળી. જેમાં હૃદય સંબંધી રોગ સામાન્ય છે. ચારમાંથી એક દર્દી તેનાથી પીડિત મળી છે. જે બાદ ફેફસા સાથે જોડાયેલા રોગ સામાન્ય હતાં. અભ્યાસમાં જણાવાયું છે કે હોસ્પિટલમાં પહોંચનાર ૧૦ વૃદ્ધોમાંથી ચારથી પાંચ દર્દીઓને દાખલ કરવાની સ્થિતિ આવી રહી છે. ભવિષ્યમાં આ સ્થિતિ વધી શકે છે, જેના માટે કોમ્યુનિકેટિવ અને નોન કોમ્યુનિકેટિવ બંને પ્રકારના રોગ જવાબદાર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh