Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા તાલુકાના ચારણ સમાજમાં આક્રોશઃ કડક પગલા ભરવાની માંગણીઃ એસપીને આવેદન

તળાજાની વિવાદાસ્પદ ટિપ્પણીના સંદર્ભેઃ

ખંભાળીયા તા. ૧૭ઃ ખંભાળીયામાં સમૂહ લગ્ન ઉત્સવમાં ચારણ ગઢવી સમાજ વિષે વિવાદાસ્પદ ટિપ્પણી અંગે ખંભાળીયામાં બેઠક યોજીને ચારણ-ગઢવી સમાજે એસપીને આવેદન પત્ર આપ્યું છે.

તાજેતરમાં ભાવનગરના તળાજામાં સમૂહ લગ્ન ઉત્સવમાં ત્યાંના આગેવાન ગીગાભાઈ ભમ્મર દ્વારા ચારણ ગઢવી સમાજ વિષે ઉતરતી અને વિવાદાસ્પદ ટીપ્પણીઓ કરતાં હોય તેવો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હોય, ગઈકાલે ખંભાળીયા સોનલ માતાજીના મંદિરે વિશાળ સંખ્યામાં ખંભાળીયા શહેર તથા તાલુકાના ચારણ ગઢવી સમાજના આગેવાનો ભેગા થયા હતાં તથા સમૂહમાં દ્વારકા જિલ્લા કલેકટર તથા જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

ગઢવી ચારણ સમાજને નિશાન બનાવીને અપમાનજનક ટિપ્પણી કરવા બદલ તથા સમાજમાં શાંતિ અને સૌહાર્દના વાતાવરણને બગાડીને લાગણીઓ ઉશ્કેરવાનો આ હેતુ નીંદનીય ગણાવીને ગીગાભાઈ ભમ્મર સામે તાકીદે કડક પગલાં ભરવાની માંગ પણ કરવામાં આવી હતી.

ખંભાળીયા ચારણ ગઢવી સમાજ દ્વારા ખંભાળીયા પો.ઈન્સ.ને પણ એક અરજી આપીને આ બાબતે ભારતીય દંડ સંહિતા કલમ ૧પ૩એ તથા પ૦૪ હેઠળ પગલા ભરવાની માંગ કરવામાં આવી હતી.

તાજેતરમાં મઢડા સોનલમાં શતાબ્દી મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચારણને દૈવીપુત્ર ગણાવ્યા ત્યારે આ ગીગા ભમ્મરે અત્યંત અપમાનજનક શબ્દો વાપરતા ચારણ સમાજમાં ભારે રોષ વ્યાપ્યો હતો.

ગઢવી સમાજના સી.જી.આઈ.એફ. યુવા પ્રમુખ પબુભાઈ ભારા, સોનલમા એજ્યુ. ટ્રસ્ટના પ્રમુખ પરબતભાઈ માયાણી, યાર્ડના ડાયરેક્ટર વેરશીભાઈ ગઢવી, અગ્રણી કાળુભાઈ રામભાઈ ગઢવી, થારીયાભાઈ ગઢવી, ભાયાભાઈ ગઢવી (મારબલવાળા) સહિતના જોડાયા હતાં તથા રોષ સાથે કડક પગલાની માંગ કરાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh