Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકારી તંત્રો એક્શન મોડમાં
જામનગર તા. ૧૭ઃ દેશના વડાપ્રધાન આગામી દિવસોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાર્યક્રમો માટે આવી રહ્યા છે, જ્યારે સરકારી તંત્ર સતર્ક બન્યું છે. જામનગરથી સફાઈ કામ માટે સાધન સામગ્રી સાથેની એક ટીમ દ્વારકા પહોંચી છે.
બેટદ્વારકાના દરિયામાં બનેલા સિગ્નચર બ્રીજના લોકાર્પણ માટે આગામી તા. રપ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા આવનાર છે. તેમના આગામી કાર્યક્રમને અનુલક્ષીને અનેક સરકારી તંત્ર એક્શન મોડમાં આવી ગયા છે. સમગ્ર દ્વારકા શહેરમાં સઘન સફાઈ કામનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
જામનગરથી ગઈકાલે રપ સફાઈ કામદારોની એક ટીમને દ્વારકા મોકલવામાં આવી હતી. જેઓ સાધનસામગ્રી સાથે પહોંચ્યા છે. ઉપરાંત એક રોડ સ્વિપર મશીન પણ રવાના કરાયું છે. હવે આ ટીમ એક અઠવાડિયા સુધી દ્વારકામાં રોકાણ કરી કામગીરી કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial