Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રાજ્ય સરકારના કર્મચારીઓએ કાળા કપડાં પહેરી મુખ્યમંત્રીને પત્ર લખ્યો!

પડતર પ્રશ્નો-માંગણીઓને લઈને તબક્કાવાર આંદોલનના ભાગ રૂપે

રાજ્યના સરકારી કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓ સાથે આંદોલન ચલાવી રહ્યા છે. ગઈકાલે જામનગરમાં મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે તમામ કર્મચારીઓ એકત્ર થયા હતાં, અને મુખ્યમંત્રીને ટપાલ લખીને રજૂઆત કરી હતી. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને મહામંડળના આદેશ અનુસાર સરકાર સામે આંદોલન ચલાવાઈ રહ્યું છે. પ્રથમ કાળી પટ્ટી ધારણ કર્યા પછી કાળા કપડાં પહેરીને ફરજ બજાવ્યા પછી ગઈ સાંજે જામનગરમાં મહારાણા પ્રતાપની પ્રતિમા નજીક તમામ કર્મચારીઓ કાળા કપડાં પહેરીને એકત્ર થયા હતાં અને મુખ્યમંત્રીને દરેકે વ્યક્તિગત ટપાલ લખી રજૂઆત કરી હતી. જુની પેન્શન યોજના, ઈડીએમાં વધારો, પી.એફ.માં સરકારનો ફાળો વધારવો સહિતની માંગણીઓ સાથે રાજ્યના કર્મચારીઓ આંદોલન ચલાવી રહ્યા છે. હવે આગામી કાર્યક્રમમાં ગાંધીનગરમાં ધરણાં કરવામાં આવનાર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh