Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તબિયત સુધરતા જ ન્યાયયાત્રામાં જોડાશેઃ
નવી દિલ્હી તા. ૧૭ઃ પ્રિયંકા ગાંધીની તબિયત ખરાબ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું જાણવા મળે છે. તબિયતમાં સુધાર થતા જ યુપીમાં ન્યાયયાત્રામાં જોડાશે.
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સ્વાસ્થ્યના કારણોસર શુક્રવારે ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લઈ શકશે નહીં. પૂર્વ આયોજિત કાર્યક્રમ મુજબ તેઓ આજે સાંજે ઉત્તરપ્રદેશના ચંદૌલીથી યાત્રામાં સામેલ થવાના હતાં. પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પોસ્ટ કરીને તેમની તબિયત ખરાબ હોવાની અને હોસ્પિટલમાં દાખલ હોવાની માહિતી આપી હતી.
પ્રિયંકા ગાંધી લખે છે કે, હું ઉત્તરપ્રદેશ પહોંચવાની 'ભારત જોડો ન્યાય યાત્રા'ની આતૂરતાથી રાહ જોઈ રહી હતી, પરંતુ બીમારીના કારણે આજે જ મને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. મારી તબિયતમાં થોડો સુધારો થતાં જ હું યાત્રામાં જોડાઈશ. ત્યાં સુધી હું ચંદૌલી-બનારસ પહોંચનારા તમામ પ્રવાસીઓને, ઉત્તરપ્રદેશના મારા સાથીદારો કે જેઓ પ્રવાસની તૈયારી કરી રહ્યા છે અને મારા વહાલા ભાઈને શુભેચ્છા પાઠવું છું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial