Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવામાન અંગેની સચોટ માહિતી મળશેઃ
નવી દિલ્હી તા. ૧૭ઃ આજે ઈસરો વધુ એક ઈતિહસ સર્જશે અને ઈન્સેટ-૩ડીએસ લોન્ચ કરશે. આ હવામાનની સચોટ માહિતી આપતા ઉપગ્રહનું હુલામણું નામ 'નોટીબોય' અપાયું છે. આ ઉપગ્રહ નક્કી કરેલા ઓબિંટમાં ૧૮ મિનિટમાં પહોંચશે.
હવામાનની સચોટ માહિતી આપતો ઉપગ્રહ ઈન્સેટ-૩ડીએસ આજે એટલે કે ૧૭ મી ફેબ્રુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે. તેને 'નોટીબોય'નું હુલામણું નામ આપવામાં આવ્યું છે. ઈસરોએ જણાવ્યું છે કે, જીએસએલવી-એફ૧૪ શનિવારે સાંજે પ-૩પ કલાકે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઊડાન ભરશે. તેને લિફ્ટ-ઓફ થયાની લગભગ ર૦ મિનિટ પછી જીઓસિંકોનસ ટ્રાન્સફર ઓબિંટમાં તૈનાત કરવામાં આવશે.
આ રોકેટનું એકંદરે ૧૬ મું મિશન હશે અને સ્વદેશી રીતે વિકસિત કાયોજિનેકિ એન્જિનનો ઉપયોગ કરીને તેની ૧૦ મી ઊડાન હશે. ઈન્સટેટ-૩ડીએસ સેટેલાઈટ એ ત્રીજી પેઢીના હવામાન વિષયક ઉપગ્રહનું ફોલો-અપ મિશન છે જે ભૂસ્થિર ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે, અને તે સંપૂર્ણપણે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા ભંડોળ પૂરૃં પાડવામાં આવે છે.
'નોટીબોય'નું વજન રર૭૪ કિલો છે. એકવાર કાર્યરત થયા પછી ઉપગ્રહ પૃથ્વી વિજ્ઞાન, હવામાન વિભાગ, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી, હવામાન આગાહી કેન્દ્ર અને ભારતીય રાષ્ટ્રીય કેન્દ્ર હેઠળના વિવિધ વિભાગો માટે કામ કરશે. આ પ૧.૭ મીટર લાંબુ રોકેટ ઈમેજર પેલોડ, સાઉન્ડર પેલોડ, ડેટા રિલે ટ્રાન્સપોન્ડર અને સેટેલાઈટ સહાયિત શોધ અને બચાવ ટ્રાન્સપોન્ડર વહન કરશે. તેનો ઉપયોગ વાદળો, ધુમ્મસ, વરસાદ, બરફ અને તેની ઊંડાઈ, આગ, ધૂમાડો, જમીન અને મહાસાગરોના સંશોધન માટે કરવામાં આવશે.
આ લોન્ચિંગમાં ૩ મોટી સિદ્ધિઓ હાંસલ થવાની છે. આ જીએસએલવી રોકેટની ૧૬ મી ઊડાન છે. સ્વદેશી કાયો સ્ટેજની ૧૦ મી ઊડાન છે. આ સ્વદેશી કાયો સ્ટેજની સાતમી ઓપરેશનલ ફ્લાઈટ હશે. આ સેટેલાઈટનો મુખ્ય ઉદ્દેશ્ય જમીન, દરિયો, હવમાન અને ઈમરજન્સી સિંગ્નલ સિસ્ટમની જાણકારી આપવાનો છે. આ સિવાય તે રાહત અને બચાવ કાયોમાં મદદ કરશે. જીએસએલવી-એફ૧૪ રોકેટ ઈન્સેટ-૩ડીએસ સેટેલાઈટને લોન્ચિંગના લગભગ ૧૮ મિનિટ પછી તેની નક્કી કરેલી કક્ષામાં પહોંચાડી દેશે.
આ સેટેલાઈટ ૧૭૦ કિલોમીટર પેરીજી અને ૩૬,૬૪૭ કિલોમીટર અપોજીવાળી અંડાકાર જીટીઓ કક્ષામાં ચક્કર લગાવશે. સેટેલાઈટનું કુલ વજન રર૭૪ કિલોગ્રામ છે. આ સેટેલાઈટને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે ફંડીંગ કર્યું છે. આ સેટેલાઈટમાં ૬ ચેનલ ઈમેજર છે. ૧૯ ચેનલ સાઉન્ડર મેટિયોરોલોજી પેલોડ્સ છે. ઈન્સેટ-૩ સિરિઝના સેટેલાઈટમાં ૬ અલગ અલગ પ્રકારના જિયોસ્ટેશનરી સેટેલાઈટ્સ છે. સાતમું સેટેલાઈટ હવે લોન્ચ થવા જઈ રહ્યું છે. ઈન્સેટ સિરિઝની પહેલાની તમામ સેટેલાઈટ્સને વર્ષ ર૦૦૦ થી ર૦૦૪ ની વચ્ચે લોન્ચ કરવામાં આવ્યું હતું. જેનાથી સંચાર, ટીવી બ્રોડક્રાસ્ટ અને હવામાન સંબંધિત જાણકારીઓ મળી રહી હતી.
આ સેટેલાઈટ્સમાં ૩એ, ૩ડી અને ૩ડી પ્રાઈમ સેટેલાઈટ્સની પાસે હવામાન સંબંધિત મશીન લાગ્યા છે. આ તમામ મશીન ભારત અને તેની આસપાસ થનારી હવામાનના ફેરફાર સટીક અને સમય પહેલા જાણકારી આપે છે. તેમાંથી દરેક સેટેલાઈટે ભારત અને તેની આસપાસના વિસ્તારોમાં સંચાર અને હવામાન સંબંધિત ટેકનિકોને વિકસિત કરવામાં મદદ કરી છે. આ સેટેલાઈટ્સનું સંચાલન ઈસરોની સાથે સાથે આઈએમડી કરે છે. જેથી કરીને લોકોને કુદરતી આફતો આવે તે પહેલા તેની જાણકારી મળી શકે અને તેમને સુરક્ષિત સ્થાનો પર લઈ જઈ શકાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial